ગણેશગઢ પાસેથી ૫૧૦૦ બોટલ દારૂ ઝડપાયો

746

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરે તમામ પોલીસ અધિઓને ખાસ સુચનાં આપેલ હોય તે સુચનાં અનુસંધાને ના.પો.અધિ મનીષ ઠાકરનાં માર્ગદર્શનનાં ભાગરૂપે ગઇકાલે સાંજનાં સમયે ભાવનગર વેળાવદર (ભાલ) પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એચ.બાર તથા એએસઆઇ બી.વી.જાડેજા, અનિરૂધ્ધસિંહ, રાજુભાઇ, શક્તિસિંહ, તેજપાલસિંહ, રાજુભાઇ તેમજ વિગેરે પોલીસ સ્ટેશનનો સ્ટાફ સનેસ ચોકડી પાસે નાઇટ પેટ્રોલીંગમાં હતો તે સમય દરમ્યાન પો.સ.ઇ.આર.એચ.બાર.સા.ને.મળેલ ખાનગી બાતમી આધારે કે એક ટોરસ ટ્રક નંબર એચ-પી.૬૯-એ-૩૯૫૫.માં ટ્રકની ઉપરનાં ભાગે ધાંસની ગાંસડીઓ રાખી તેની નીચે ભારતીય બનાવટનો ઇંગ્લીસ દારૂનો જથ્થો ભરી સંતાડી ધોલેરા તરફથી ગણેશગઢ ગામ પાસેથી પસાર થવાનો છે તે મળેલ હકીકત મુજબ ઉપરોક્ત વર્ણન વાળા ટ્રકની તપાસમાં વેળાવદર (ભાલ) પો.સ્ટેશનની હદમાં  વોચમાં  હતાં  તે સમયે ઉપરોક્ત વર્ણન વાળો ટ્રક પસાર થતાં તે ટ્રક ડ્રાઇવરને ટ્રોચ લાઇટનાં અજવાળે ટ્રક ઉભો રખાવવાનો ઇશારો કરતાં ટ્રક ઉભો રાખેલ નહી અને પુરપાટ ગતીએ ટ્રક ડ્રાઇવર ટ્રક લઇને નાસી ગયેલ તે સમયે તે ટ્રકનો પીછો કરી જીવસટોસટની બાજી ખેલી મહામુશ્કેલીએ ગણેશગઢ ગામનાં ગોકુળપરા પાસે ટ્રકને આંતરી ટ્રક ઉભો રખાવેલ તેમાથી ટ્રક છોડી ડ્રાઇવર નાસી જતાં તેની પાછળ દોડી ટ્રક ડ્રાઇવરને પકડી પાડેલ તેમજ ટ્રક ડ્રાઇવરનું નામ સરનામું પુછતાં પોતે પોતાનું નામ અનિષકુમાર રણજીત પાંડે જા.પંડીત.હોવાનું જણાવેલ તેમજ પંચો રૂબરૂ ત્યાં પડેલ ટોરસ ટ્રક નં.એચ-પી.૬૯-એ-૩૯૫૫ માં ધાંસની ગાંસડીઓ નીચે છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો હોય જે જુદી-જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ-૪૨૫,દારૂની બોટલ નંગ -૫૧૦૦/ની કી.રૂ.૧૫, ૩૦,૦૦૦/-તથા ટ્રકની કી.રૂ.૨૫,૦૦,૦૦૦/- સુકા ધાસની ગાંસડી ૩૦ ની કી.રૂ./૬૦,૦૦/- વિ. મળી કુલ કી.રૂ. ૪૦,૫૫,૯૦૦/- નો મુદ્દામાલ પકડી પાડેલ  અને ઉપરોકત દારૂનો જથ્થો મંગાવનાર વરતેજનાં કોઇ ઇસમને મો.નં.પર. જાણ.કરવાની જણાવેલ તથા ટ્રકના ડ્રાઇવર સહિત તેમજ તપાસ દરમ્યાન ખુલે તેનાં નામ વિરૂદ્ધ પ્રોહી.એકટ તળેની ફરીયાદ વેળાવદર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.

Previous articleસામાજિક સંદેશ સાથે હોમગાર્ડનાં ૯ જવાનો ભાવનગરથી લેહ-લદ્દાખની બાઇકયાત્રાએ
Next articleકલેકટરનાં બંગલે શાસ્ત્રીય નૃત્ય કાર્યક્રમ