સામાજિક સંદેશ સાથે હોમગાર્ડનાં ૯ જવાનો ભાવનગરથી લેહ-લદ્દાખની બાઇકયાત્રાએ

546

ભાવનગર હોમગાર્ડ દળના નવ જવાનો મોટર સાયકલ પર ભાવનગરથી લેહ-લદ્દાખની યાત્રાએ જવા રવાના થયા છે. ભાવનગરની લદ્દાખ સુધીના માર્ગ પર આવતા ગામ અને નગરમાં આ જવાનો સામાજિક સંદેશ સાથે લોકોમાં જાગૃતિ ફેલાવશે.

રામવાડી ખાતે યોજાયેલ યાત્રાના પ્રસ્થાન કાર્યક્રમમાં ભાવનગર રેન્જ ડી.આઇ.જી. અશોકકુમાર યાદવ, મેયર મનભા મોરી,  હોમગાર્ડઝ કમાન્ડન્ટ શંભુસિંહ સરવૈયા, એલ.સી.કોરડીયા સહિતના અધિકારીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત ડીઆઇજી સહિતનાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે અવસાન પામનાર હોમગાર્ડ જવાનના પરિવારને હોમગાર્ડઝ વેલ્ફેર ફંડમાંથી સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ લીલીઝંડી ફરકાવી હોમગાર્ડ જવાનોને પ્રસ્થાન કરાવ્યું હતું.

સ્વચ્છ ભારત, બેટી બચાવો, બેટી પઢાવો, પર્યાવરણ અને કારગીલ યુદ્ધમાં વિરગતિ પામનાર જવાનોને શ્રદ્ધાંજલીની નેમ સાથે મોટર સાયકલ યાત્રાએ નીકળેલા જવાનો રૂટ પરના ગામ-નગરમાં ફરીને લોકજાગૃતિ માટે પ્રયાસ કરનાર છે.

Previous articleચિત્રા-ફુલસર વોર્ડમાં વૃક્ષારોપણ
Next articleગણેશગઢ પાસેથી ૫૧૦૦ બોટલ દારૂ ઝડપાયો