ભાવનગર શહેર જિલ્લા સહિત ગોહિલવાડ પંથકમાં આજે ગુરૂપૂર્ણિમાની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાવિકો પોતાનાં ગુરૂની વંદના, પૂજા કરી ધન્ય બન્યા હતા. શહેરનાં જિલ્લા પંચાયત સામે બજરંગદાસ બાપાની મઢુલીએ, જશોનાથ પાસે મઢુલીમાં ભાવિકોએ આસ્થાભેર દર્શન-પૂજન કરેલ જ્યારે ચિત્રા મસ્તરામબાપાના મંદિરે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાયેલ. જેમાં સવારે આરતી, પૂજન, તેમજ મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરાયેલ. તેમજ નાની ખોડીયાર મંદિરે પણ ગુરૂપૂર્ણિમાની આસ્થાભેર ઉજવણી કરાયેલ જ્યારે કાળીયાબીડ દુઃખીશ્યામબાપાનાં આશ્રમે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાયેલ. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી દર્શન, ગુરૂપૂજન, ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.