૨૦૨૦ના ટી-૨૦ વર્લ્ડકપનો શિડ્યુલ જાહેર થઇ ગયો છે. આ વર્લ્ડકપની યજમાની ઓસ્ટ્રેલિયા કરશે.
આઈસીસી અનુસાર હોસ્ટ સહિત વર્લ્ડની ટોપ-૮ ટીમોને આમ સીધું ક્વોલિફિકેશન મળશે, જયારે સુપર-૧૨માં સ્થાન માટે અન્ય ૪ ટીમોએ ક્વોલિફાયરમાં ભાગ લેવો પડશે. શ્રીલંકા અને બાંગ્લાદેશ ઓછો રેન્ક ધરાવતી હોવાથી સીધું ક્વોલિફાય કરવામાં નિષ્ફ્ળ રહ્યા છે. આ બંને ટીમોએ સુપર-૧૨માં જગ્યા બનાવવા માટે ગ્રુપ સ્ટેજની મેચો રમવી પડશે. ટૂર્નામેન્ટમાં હોસ્ટ ઓસ્ટ્રેલિયા ઉપરાંત ભારત, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ અને અફઘાનિસ્તાને સીધું ક્વોલિફાય કર્યું છે. કોઈ પણ ટૂર્નામેન્ટમાં યજમાન સીધું ક્વોલિફાય કરે છે, જયારે અન્ય ટીમો રેન્કિંગ અને ક્વોલિફાયર જીતીને ભાગ લે છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા હાલમાં જ જાહેર કરેલા શિડ્યુલ પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં ૧૮ ઓક્ટોબરથી લગભગ એક મહિના સુધી ટી-૨૦ વર્લ્ડકપ રમાશે. ૧૫ નવેમ્બરના રોજ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફાઇનલ રમાશે. ટીમ ઇન્ડિયા ૨૪ ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પોતાની પહેલી મેચ રમશે. ભારતની સુપર ૧૨માં પાકિસ્તાન વિરુદ્ધ કોઈ મેચ નથી, બંને ટીમો સેમિફાઇનલ અથવા ફાઇનલમાં એક બીજા સામે ટકરાઈ શકે છે.