ભારતીય ઓપનર અને વુમન્સ બેટ્સમેન વનડે રેન્કિંગમાં પ્રથમ સ્થાન ધરાવતી સ્મૃતિ મંધાનાને સ્પોટ્ર્સ ઑથોરિટી ઓફ ઇન્ડિયા, નવી દિલ્હી ખાતે સ્પોટ્ર્સ મિનિસ્ટર કિરણ રીજ્જુ દ્વારા અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણે ભારત માટે ૫૦ વનડેમાં ૪૨.૪૧ની એવરેજથી ૧૯૫૧ રન કર્યા છે, જ્યારે છેલ્લી ૧ વર્ષમાં તેણે ૯ મેચમાં ૬૯.૫૭ની એવરેજથી ૪૮૭ રન ફટકાર્યા છે. તાજેતરમાં બેંગ્લુરુના નેશનલ ક્રિકેટ એકેડેમી ખાતે પોતાની ટી-૨૦ બેટિંગમાં પાવર લાવવા માટે તે પોતાની ટી-૨૦ બેટિંગમાં પાવર લાવવા માટે કોચ વી રમણ સાથે કામ કરી રહી હતી. તેના અનુસાર તે હજી પણ વર્ક ઈન પ્રોગ્રેસ ખેલાડી જ છે.
સ્મૃતિએ કહ્યું કે ૧.૫-૨ વર્ષ પછી અમને ૧ મહિનાનો આરામ મળ્યો હતો. આ બ્રેક બહુ જરૂરી હતો કારણ કે આગામી ૮ મહિના મારે નોન-સ્ટોપ ક્રિકેટ રમવાનું છે. પોતાની બેટિંગ વિશે વાત કરતાં તેણે કહ્યું કે, મે અને રમણ સરે (ટીમના હેડ કોચ) મારી બેટિંગ અંગે કલાકો સુધી ચર્ચા કરી છે. હું કઈ રીતે ટી-૨૦માં પણ સતત સારો દેખાવ કરી શકું અને મોટા શોટ્સ રમી શકું તેના પર અમે કામ કર્યું છે. મારે હજી રમતમાં વધુ સુધારો લાવવાની જરૂર છે.