ગાંધીનગર જિલ્લા પ્રાથમિક સંધ દ્વારા સૈનિકોની સહાય માટે એકઠા કરેલા રૂપિયા ૫ લાખ ૨૭ હજારથી વધુનો ચેક ગાંધીનગર જિલ્લા કલેકટર સતીશ પટેલના હસ્તે નિયામક, સૈનિક કલ્યાણ અને પુન : વસવાટ, ગુજરાત રાજય ને અર્પણ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાના બાળકો અને જિલ્લા પ્રાથમિક સંધ દ્વારા સૈનિકોની સહાય માટે રૂપિયા ૫ લાખ ૨૭ હજારથી વધુ રકમ એકઠી કરવામાં આવી હતી. આજરોજ માતબર રકમનો ચેક જિલ્લા કલેકટર સતીશ પટેલના હસ્તે સૈનિક કલ્યાણ અને પુનઃવસવાટ, ગુજરાત રાજયના પ્રતિનિધિ અશોકસિંગ ચૌહણને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી દેવાંગ દેસાઇ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી બી.કે.પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.જી.પંડયા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કિરણબેન પટેલ, શાસના અધિકારી છાયાબેન રાવલ, સંધના પ્રમુખ મીઠાભાઇ પટેલ, સંધના મહામંત્રી જગદીશ પટેલ, તાલુકા પ્રાથમિક સંધના જીગરભાઇ પટેલઅને બી.આર. સી. કોર્ડીનેટર પંકજ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.