જીંદગી કે સફર મે ગુજર જાતે હૈ જો મુકામ વો ફિર નહીં આતે

1352

સુપરસ્ટાર રાજેશ ખન્નાનું નિધન ૧૮ જુલાઈ ૨૦૧૨ બુધવારના રોજ થયેલ હતું આજે ૧૮ જુલાઈ ૨૦૧૯ ગુરૂવાર રાજેશખન્નાની સાતમી પૂણ્યતિથી છે. ખન્નાએ ૨૪ વર્ષની ઉંમરથી અભિનય શરૂ કર્યો હતો. કુલ ૧૬૩ ફિલ્મો કરી ૧૦૬ ફિલ્મોમાં એકલા અભિનય કર્યો હતો. રાજેશ ખનાના ફિલ્મોમાં ગીત સંગીત અભનય દ્વારા પ્રેક્ષકોના દિલને આનંદ વિભોર કરી દેતા.

રાજેશ ખન્નાને મલેલા એવોર્ડ ૧૯૭૦ ફિલ્મ સચ્ચા જુઠામાં ઉમદા અભિનય  બદલ સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પ્રથમ ફિલ્મફેર એવોર્ડ મળ્યો ૧૯૭૧, ૧૯૭૨ ફિલ્મ ફેર એવોર્ડ ફિલ્મ આનંદ ૧૯૭૩ ફિલ્મ ફેર એવોર્ડ સ્પેશ્યલ ગેસ્ટ એકટર ફિલ્મ અનુરાગ ૧૯૭૪ ફિલ્મ બેસ્ટ એકટર એવોર્ડ ફિલ્મ આવિષ્કાર ૧૯૯૧ ફિલ્મફેર સ્પેશીયલ એવોર્ડ ફિલ્મ ઉદ્યોગમાં ૨૫ વર્ષ પુરા કરવા બદલ ૧૯૯૫ કલારત્ન એવોર્ડ ૨૦૦૫ ફિલ્મ ફેરલાઈફ ટાઈમ એવોર્ડ મળ્યો ૧૭ વર્ષની કારકિર્દીમાં ૧૫ હીટલ ફિલ્મો આપી ૧૯૬૬થી સુપરસ્ટાર ટેલેન્ટ હિરો ૧૯૬૯ થી ૧૯૭૨સુધી અભિનયના અજવાળા પાથર્યા હતા. ખન્નાની હેરસ્ટાઈલ ગુરૂશર્ટ ગોગલ્સ પહેરવાની સ્ટાઈલ અનોખી હતી. સૌથી પહેલી ફિલ્મ ચેતન આનંદની આખરી ખત ઈન્દ્રાણી મુખર્જી સાથે પણ રવિન્દ્ર દેવની ફિલ્મ રાઝ પહેલા રીલીઝ થઈ રાઝનું રફી સાહેબના કંઠે ગવાયેલ ગીત અકલે હૈ ચલે આવો હીટગીત હતુ બીનાકા ગીતમાલામાં પહેલી પાઈદાન પર આવતુ હું. વહીદા રહેમાનની ભલામણથી ખન્નાને ફિલ્મ ખામોશી મળી હતી. રાજેશ ખન્નાની ટોપ ફિલ્મો ૧૯૭૯ બાવર્ચી અમરપ્રેમ ૧૯૭૪ કટીપતંગ, આપકી કસમ, અજનબી, બહારો કે સપને, ઈત્તેફાક, હાથી મેરે સાથી, રોટી પ્રેમ કહાની, દાગ, મેરેજીવન સાથી હેતુલક્ષી અને માણવાલાયક ફિલ્મો હતી. ત્રિમુર્તિ રાજેશ ખન્ના, આર ડી બર્મન, કિશોરકુમાર કંઠ જાદુ કરી ગયો. ખન્ના આર.ડી.કિશોર કુમારે ફિલ્મોમાં સાથે કામ કર્યુ દરેક ફિલ્મના ગીતો સદા બહાર રહ્યા ખન્નાની હિરોઈન વગરની ફિલ્મ આનંદ, ઈતેફાક હતી. ખન્નાએ ટોચની અભિનેતાારીઓ સાથે અભીનય કર્યો હતો. હમામાલીની સાથે ૧૫ ફિલ્મો મુમતાજ સાથે ૮ ફિલ્મો, શર્મીલા ટાગોર, આશા પારેખ, તનુજા, ટીના મુનીમ, પદ્મીની, સ્મીતા પાટીલ, શબાના, જીન્નત અમાન, ડીમ્પલ નંદા, પૂનમ સાથે અભિનય કર્યો હતો. રાજેશ ખન્નાની ટોપ ફિલ્મો બાવર્ચી ૧૯૭૨ ઋષીકેશ મુખર્જી ની ક્લાસીક ફિલ્મમાં ખન્નાએ રઘુ નામે રસોયાનું પાત્ર ભજવ્યુ જે અલગ પડી ગયેલા કુટુંબને ફરી જોડાવાનો યાદગાર કિરદાર નીભાવ્યો હતો. આપકી કસમ ૧૯૭૪ આ ફિલ્મમાં ખન્નાએ ઈર્ષા પતિનો રોલ સુંદર રીતે નિભાવ્યો જેતેની પત્નીની વફાદારી વીશે અને શ્રેષ્ઠમિત્રના વિશ્વાસ બાબતે શંકા કરતો હતો. દો રાસ્તે ૧૯૬૯ની ચલા મધ્યમ વર્ગના પરિવારની આપવિતિ ધરાવતી ફિલ્મમાં આદર્શ ુપત્ર અને મુમતાજના પ્રેમી તરીકે અભિનય કર્યો હતો. ૧૯૬૯થી સુપરસ્ટારનો દરજ્જો મળ્યો ફિલ્મ આરાધનાથી આરાધનમાં ડબ્બલ રોલ કર્યો હતો. રૂપ તેરા મસ્તાના ગીત લોકપ્રિય થયુ હતું. ૧૯૭૦ કટીપતંગમાં ખન્ના આશાપારેખ મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મ કટી પતંગ મધુર ગીતો માટે જાણીતી છે. શામ મસ્તા, યે જો મુહોબ્બત હૈ, જીસ ગલીમે તેરા ઘરનો હો બાલમા, અજનબી ૧૯૭૪ ફિલ્મમાં ખન્ના જીન્નત અમાન પતિ અને કારકિર્દી પત્ની વંચના સંબધનો ફેમીલી ડ્રામા તરીકે દર્શાવ્યો હતો. ખામોશી ૧૯૭૨ ફિલ્મમાં લેખક કવિનો અભિનય દર્શાવી સુંદર ડાયલોગ ફેન્ટાસ્ટીક હાવભાવથી દર્શકોને ખુશ કરી દીધાહતા. ફિલ્મ અમરપ્રેમ ૧૯૭૨ રજુ થઈ હતી પુષ્પા હું આસુને ધિકકારૂ છું. આઈ હેટ ટીયર્સ પુષ્પા ડાયલોગ પુષ્પા ડાયલોગ રાજેશખન્નાનો પોતાનો હતો. ખન્ના શર્મીલાની કેમેસ્ટ્રીની દર્શકોએ ભારે પ્રશંસા કરી હતી. છેલ્લે આનંદ ૧૯૭૧ કેન્સર દર્દી તરીકે મુત્યુ ભણી જઈ રહ્યો હોવા છતા ભરપુર ઉમંગ સાથે દુઃખ ભર્યુ જીવન કેવી રીતે જીવી શકગાય તેનું આબે હુબ ચિત્ર રાજેશ ખન્નાઓ હૃદયસ્પર્શી અભિનય કર્યો હતો. આનંદનો વિખ્યાત ડાયલોગ બાબુ મોશાઈ જીંદગી ઔર મોત ઉપર વાલે કે હાથ મે હૈ જહા પનાહ જીસેન તો આપ બદલ સકતે હૈ ન ો મૈહમસબરંગમંચકી કઠપુતલીયા હૈ જીનકી ડોર ઉપર વાલેકી ઉંગલીયો બંધી હૈ કબ કૌન, કેસે ઉઠે ગાયે કોઈ નહી બતા સકતા ડાયલોગ દ્વારા ચાહકોના દિલ જીતી લીધા હતા. રાજેશ ખન્ના જેવા સુપર સ્ટારનું સ્થાન કોઈ લઈ શકે નહી. ૧૮ જુલાઈ ૨૦૧૯ ગુરૂવાર દિવંગત સુપરસ્ટાર રાજેશ ખન્નાની સાતમી પુણ્યતિથિઓ હાર્દિક સ્મરણાંજલી…

Previous articleભારતીય ઓપનર સ્મૃતિ મંધાનાને અર્જુન એવોર્ડથી સમ્માનિત કરાઈ
Next articleઅમરનાથ યાત્રા : જુલાઇમાં જ બે લાખથી વધુ દ્વારા દર્શન