મનુષ્યના શરીરની એક તાસીર હોય છે, તેમ જમીનની પણ ચોક્કસ તાસીર હોય છે. જમીનની તાસીરની ઓળખ કરવા માટે સરકાર દ્વારા સોઇલ હેલ્થ કાર્ડની યોજના અમલી બનાવી છે. જેની ફલશ્રૃતિ રૂપે આજે ગુજરાતનો જગતનો તાત પોતાની જમીનમાં કેટલી માત્રામાં કયા ખાતરની જરૂરીયાત છે. તે જાણીને યોગ્ય ખાતર આપીને મબલખ પાક મેળવી રહ્યો છે, તેવું આજરોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયેલ એક દિવસીય સંકલિત કૃષિ અને ડબલીંગ ખેડૂત આવક વિષય પરના પરિસંવાદને ખુલ્લો મુકતા કૃષિ મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતું.
કૃષિ મંત્રી આર.સી.ફળદુએ વધુમાં જણાવ્યું હતું કે, સોઇલ હેલ્થ કાર્ડ યોજનાથી આજે જમીનની ચકાસણી કરાવ્યા બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં ખેડૂતોએ કદી ન કલ્પી હોય તેવી ખેતી કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જયારે ગુજરાતના મુખ્ય મંત્રી તરીકેની શાસનધુરા સંભાળી તે પછી તરત જ ધરતીપુત્રના વિકાસ માટે મંથન કર્યું હતું. તેઓ આધુનિક ખેતી કરતા થાય અને નવીન સંશોધન વિશે જરૂરી માહિતી મળી રહે તે માટે વર્ષ- ૨૦૦૫થી રાજયમાં કૃષિ મહોત્સવનો આરંભ કર્યો હતો. જેના થકી આજે ગુજરાતમાં કૃષિ ઉત્પાદનમાં અકલ્પનીય વધારો થયો છે.
ખેતી ઉત્પાદન નિયમ – ૧૯૬૮ ધારા હેઠળ બજારોમાં કામ ચાલી રહ્યું હતું તેવું કહી ખેડૂતના હિતની ચિંતા કરતી સરકારે ગુજરાત ખેત ઉત્પાદન નિયમ- ૨૦૦૭ અમલી બનાવ્યો હતો.
કોન્ટ્રાકટ ફાર્મિગની પધ્ધતિનો ઉલ્લેખ કરી તેમણે આ પધ્ધતિમાં ખેડુતોના હિતની જાળવણીને અગ્રમતા કેવી રીતે આપવામાં આવી છે. તેની વિસ્તૃત વાત કરી હતી.
દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી ખેડૂતોની આવક રીયલ ઇન્કમ ડબલ કરવામાં ઇચ્છી રહ્યાં છે, તેનો આનંદ વ્યક્ત કરીને
ૈંઝ્રઇૈંઈઇ, ઇન્ફોસીસ ચેર પ્રોફેસર ર્ડા. અશોક ગુલાટીએ જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક વધારવા માટે તેમની પાણીની જરૂરિયાત સંતોષવી ખૂબ જરૂરી છે. તે ઉપરાંત પાક-ધાન્ય- ફળફળાદી ઉત્પાદન સાથે સાથે તેની જાળવણી કરવાની સુવિધા, પ્રોસેસીંગ જેવી સુવિધા વધારવી ખૂબ જ જરૂરી છે. તેની સાથે સાથે કૃષિના વધુ ઉત્પાદન માટે રોડ-રસ્તાઓની ભૂમિકા પણ મહત્વની છે.