અમદાવાદ મહાનગર પાલિકાના સોલિંડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે દરોડાની કાર્યવાઇ હાથ ધરી છે. શહેરનાં દક્ષિણ વિભાગના સોલિડ વેસ્ટ વિભાગ દ્ગારા ઈશનપુરમાં અખાદ્ય એકમો પર દરોડા પાડીને સીલ કરાયા હતા.
આ ઉપરાંત પેરેડાઈઝ ઈન્ડસ્ટ્રીઝ, શાલીભદ્ર, ડીંપલ માર્કેટીંગ ડીંપલ કેમ ટ્રેડ, હરિકૃપા પેન્ટ નામના એકમોને વગર લાઈસન્સે અને રિન્યુ કરાયા વગર ચાલતા એકમોને સીલ મારવાની કાર્યવાઇ કરી હતી. તંત્ર દ્વારા લોકોના સ્વાસ્થને ધ્યાનમા રાખી કરવામાં આવી કાર્યવાઇ કરાઇ હોવાનું જણાવાયું છે.સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા સીલ મારવાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે