પીપાવાવ વિસ્તારની કંપનીઓમાં નિમક, કોલસાના ટ્રકો ભાડામાં વધારો ન અપાય તો તા. ૧પ થી અમુદતીય હડતાલ તેમજ ચારનાળાએ ટ્રકો અટકાવાશે એસોસીએશન દ્વારા બે જગ્યાએ મામલતદાર કચેરીએ તેમજ પોલીસ મથકે અપાયું ટ્રકમાલિક દ્વારા આવેદનપત્ર.
પીપાવાવ વિસ્તારની મહાકાય કંપનીઓમાં નિમક અને કોલસાના ટ્રકોના ભાડામાં વધારો ન આપતા પીપાવાવ કન્ટેનર ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા કંપની તરફથી મળતા ભાડા ઓછા હોવાથી પુરા ભાવે આપવાની માંગ સાથે રાજુલા પ્રાંત કચેરી ખાતે તેમજ રાજુલા પોલીસ મથક આમ બે જગ્યાએ બહોળી સંખ્યામાં ટ્રક માલિકોએ આપ્યું આવેદનપત્ર કારણ રોજે રોજ ડીઝલના ભાવોમાં વધતો ભાવ વધારો હાલ આસામને પહોંચી ગયો છે. અને કંપની હજી જુના ભાવો લઈને બેસી છે. તે ભાવથી ઘરનું તેમજ ગાડી ખર્ચ ન નિકળે અને માત્ર કંપની સેવા જ કરવાની હોય આ બાબતે ટ્રક તથા ડમ્પરો જી.એચ.સી.એલ. સુત્રાપાડા જતા આવતા ટ્રકોને ચારનાળાએ ચકકાજામ કરાશે જો માંગણી નહીં સ્વીકારવામાં આવે તો કોલસા ભરેલ અને નિમક ભરેલ વાહનો અટકાવીશું અને આ આંદોલનમાં કન્ટેનર માલિકોને છુટ અપાઈ છે કન્ટેનરને નહીં અટકાવાય તેમ અનિરૂધ્ધભાઈ વરૂ, કિરણભાઈ વરૂ, તેમજ ટ્રક એસોસીએશનના હોદ્દેદારો આવેદન આપેલ.