આખરે એનઆઈએ સુધારા બિલ રાજ્યસભામાં વિધિવત પસાર થયું

401

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી સુધારા બિલ ૨૦૧૯ રાજ્યસભામાં બહુમતિ સાથે પસાર કરી દેવામાં આવ્યું છે. આ બિલ પાસ થઇ ગયા બાદ રાજકીય સુરક્ષા એજન્સીની તાકાતમાં વધારો થશે. અત્રે નોંધનીય છે કે, વર્તમાન સુધારા બાદ ગેરકાયદે ગતિવિધિઓને રોકવા માટે કાયદાની પેટા યાદી ચારમાં સુધારા કરીને એનઆઈએએ એવા લોકોને આતંકવાદી જાહેર કરી શકશે જેના સંબંધ ત્રાસવાદીઓ સાથે હોવાની આશંકા રહેલી છે. વર્ષ ૨૦૦૮માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા બાદ વર્ષ ૨૦૦૯માં એનઆઈએની રચના કરવામાં આવી હતી. આ હુમલામાં ૧૬૬ લોકોના મોત થયા હતા. વર્ષ ૨૦૧૭થી કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા બે કાયદા પર વિચારણા ચાલી રહી હતી  જેથી નવા પડકારોને પહોંચી વળવા માટે એનઆઈએને વધારે શક્તિશાળી બનાવી શકાય. પ્રસ્તાવના સંદર્ભમાં માહિતી આપતા સુત્રોએ કહ્યું છે કે, સુધારા એનઆઈએને સાયબર અપરાધ અને માનવ તસ્કરીના મામલા સાથે જોડવામાં આવશે. બીજી બાજુ આજે રાજ્યસભામાં આ બિલ પસાર થઇ ગયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, એનઆઈએને વધુ તાકાત મળી ગઈ છે. બીજી બાજુ તેમણે પ્રશ્નકલાક દરમિયાન કહ્યું હતું કે, ઘુસણખોરીને દેશની બહાર કરવા માટે સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે.

દેશની ઇંચ ઇંચ જમીન ઉપરથી ઘુસણખોરો અને ગેરકાયદે રહેતા લોકોની ઓળખ કરીને તેમને બહાર કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ આ પ્રકારના લોકોને દેશ નિકાલ કરવામાં આવશે. રાજ્યસભામાં અમિત શાહે કહ્યું હતું કે, તમામે હાલમાં જ રાષ્ટ્રપતિના ભાષણને સાંભળી ચુક્યા છે જેમાં ઘોષણાપત્રના આધાર પર અમે ચૂંટાઈને આવ્યા બાદ આ અંગે ખાતરી આપી રહ્યા છીએ. દેશની ઇંચ ઇંચ જમીન પરથી ઘુસણખોરોને દેશની બહાર કરવામાં આવનાર છે. એનઆરસીને લાગૂ કરવામાં સરકારના ઇરાદા બિલકુલ સ્પષ્ટ રહ્યા છે. રાષ્ટ્રપતિ અને સરકાર પાસે ૨૫ લાખથી વધારે એવી અરજીઓ આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક ભારતીયોને ભારતના નાગરિક ગણવામાં આવ્યા નથી જ્યારે એનઆરસીના કેટલાક નાગરિકોને ભારતીય માની લેવામાં આવ્યા છે જે બહારથી આવ્યા છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે અને કહ્યું છે કે, આવી અરજી ઉપર વિચારણા કરવા માટે થોડાક સમય આપવામાં આવે. આસામમાં એનઆરસીને ૩૧મી જુલાઈ ૨૦૧૯ના દિવસે પ્રકાશિત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભામાં સોમવારના દિવસે એનઆઈએ સુધારા બિલ ઉપર ઉગ્ર ચર્ચા થઈ હતી. આ ગાળા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષની શંકાનો જવાબ આપતા કહ્યુ હતું કે, સરકાર આ કાયદાનો દુરઉપયોગ કરવાની કોઈ યોજના ધરાવતી નથી. તેમણે કહ્યું હતું કે, આ કાયદાનો ઉપયોગ આતંકવાદને ખતમ કરવા માટે કરવામાં આવશે. અમિત શાહે સોમવારે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, જ્યારે આ કાનુનનો ઉપયોગ કરવામાં આવશે ત્યારે કોણ કયા ધર્મ સાથે સંબંધિત છે. તે બાબતને જોવામાં આવશે નહીં. અમિત શાહે વિપક્ષી સાંસદોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા અને કહ્યું હતું કે, પોટા કાયદાના દુરપયોગના કારણે નહીં બલકે વોટબેંકની રાજનીતિના કારણે ખતમ કરવામાં આવ્યુ હતું. આ ચર્ચા દરમિયાન અમિત શાહ અને વિવાદાસ્પદ નેતા ઔવૈસી વચ્ચે જોરદાર ખેચતાણ જોવા મળી હતી. વોટિંગ બાદ આ બિલ ઉપર સોમવારના દિવસે પસાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. લોકસભા દ્વારા આજે એનઆઈએ સુધારા બિલ-૨૦૧૯ને લીલીઝંડી આપી દેવામાં આવી હતી. વિરોધમાં માત્ર ૬ મત પડ્યા હતા. આ બિલમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા (એનઆઈએ)ને ખુબ સત્તા આપવામાં આવી છે. આ તપાસ સંસ્થાને ભારતની બહાર કોઈ અપરાધના સંદર્ભમાં મામલાની નોંધણી કરવા અને તપાસના નિર્દેશ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જોરદાર ચર્ચા આ બિલ ઉપર થઈ હતી. સરકારને ૧૩૦ કરોડ જનતાની સુરક્ષાની જવાબદારી મળેલી છે. દેશની જનતા ચોકીદાર તરીકે મોદીને સ્વીકાર કરી ચુકી છે.

Previous articleગાંધીનગર જિલ્લામાં ચાર હજાર બાળકો હજુ કુ૫ોષિત
Next articleઉત્તરપ્રદેશના સોનભદ્રમાં જમીન વિવાદમાં ફાયરિંગ : ૧૦ લોકોની હત્યા