૭૦૦થી વધારે ખાગોળ પ્રેમીઓએ ટેલીસ્કોપ દ્વારા નિહાળ્યું વર્ષનું સૌથી મોટું ખંડગ્રોસ ચંદ્રગ્રહણ

483

અવકાશમાં રોજે રોજ બનતી અનેક અવકાશીય ઘટનાઓ કોઈને કોઈ રીતે દરેકને પોતાના તરફ આકર્ષતી રહી છે. આ ઘટનાઓ પૈકીની મોટા ભાગની ઘટનાઓ નરી આંખે નિહાળવી એ એક અદભુત લહાવો છે. આ દરેક ઘટના પાછળ રહેલું ખગોળ વિજ્ઞાન સતત આપણને પ્રેરતું રહ્યું છે. સુભાષ સરને સ્મરણાંજલિ આપતા તેના જ્ઞાન-રથને ખગોળપ્રેમી સુધી પહોચાડવા અને લોકોને ખગોળ વિજ્ઞાન તથા તેની સાથે જોડાયેલ રસપ્રદ ઘટનાઓથી માહિતગાર કરવાના હેતુથી કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર તાઃ૧૬ જુલાઈ,૨૦૧૯ને ગુરુપૂર્ણિમાના દિવસે મધ્ય રાત્રિએ ૧૨ઃ૧૩ કલાકથી સવારના ૦૬ઃ૦૦ વાગ્યા સુધી તખ્તેશ્વર મહાદેવના મંદિર ખાતે આ વર્ષનું સૌથી મોટું ખંડગ્રાસ ચંદ્રગ્રહણનો ભવ્ય નજારો નિહાળવા માટે ભાવનગર એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા ભાવનગરના બીજા નંબરના સૌથી મોટા ટેલીસ્કોપ ‘સુભાષ -૧૨’ અને ત્રણ ગેલેલીયન ટેલીસ્કોપ વડે ભાવેણાની ખગોળપ્રેમી જનતા માટે ટેલિસ્કોપ દ્વારા આ ગ્રહણનું નિદર્શન કરાવવામાં આવેલ.

ઉપરાંત આ કાર્યક્રમ વિશેની વિશેષ માહિતી અને સમજુતી માટે વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તાઃ૧૬ને ગુરુપૂર્ણિમાના દિવસે સાંજે ૭ઃ૦૦ કલાકથી ૮ઃ૦૦ કલાક સુધી લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર પર ગ્રહણ સાથે રહેલી માન્યતાઓ, શ્રદ્ધાઓ અને અંધશ્રદ્ધાઓ વિષે સચિત્ર વૈજ્ઞાનિક સમજુતી લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર પર હર્ષદભાઈ જોષી દ્વારા આપવામાં આવેલ. ઉપરોક્ત બંને કાર્યક્રમોમાં ૭૦૦ થી વધારે ખગોળ રસિકો હાજર રહેલ.

Previous articleરાણપુર પંથકમાં અનેક જગ્યાએ ગુરૂપુર્ણિમાની ભવ્ય ઉજવણી
Next articleધંધુકા બાલાહનુમાન નજીક નર્મદા કેનાલમાં મોટા ગાબડાની ભીતિ