ઉત્તર ગુજરાતમાં અરવલ્લીની પર્વતમાળાઓમાં તરંગા હિલ આવેલ છે. આ સ્થાન હજુ પ્રવાસીઓ માટે ઓછું જાણીતું છે. ચોમાસાની ઋતુમાં આ વિસ્તારમાં ફરવાનો આનંદ કંઇક અલગ જ હોય છે. ડુંગરાળ વિસ્તાર પ્રકૃતિને સોળે શણગાર કુદરતના સૌંદર્યનું આહ્વાન કરાવે છે. આ જંગલને કુદરતે ઠાંસી ઠાંસીને સૌંદર્ય આપ્યું છે.