ભવનાથ મહિલા મંડળ દ્વારા ભવનાથ મહાદેવ મંદિર ખાતે ગઇકાલના ચંદ્રગ્રહણના દોષ નિવારણ માટે સત્યનારાયણ દેવની સમૂહકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૧ બહેનો દ્વારા સમૂહ પૂજન કરાયું હતું અને કથાની પૂર્ણાહૂતિ બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવેલ. કથા શ્રવણ તથા પ્રસાદીનો લાભ મોટી સંખ્યામાં ભાવિક ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો.