કુમારશાળા માધ્યમિક વિભાગમાં ગુરૂપૂર્ણિમા કાર્યક્રમ સંપન્ન થયો. સૌ વિદ્યાર્થીઓએ ભાવપૂર્વક ગુરૂવંદના કાર્યક્રમમાં ભાગ લીધો. દરેક વર્ગમાંથી એક વિદ્યાર્થીએ વક્તવ્ય આપ્યું. શાળાના શિક્ષક રાહુલભાઇ મારૂં અને આચાર્ય બળદેવસિંહ ગોહિલે પ્રાસંગિક ઉદ્દબોધન આપ્યું હતું. ઇકો કલબ શિક્ષક રાજુભાઇ ચૌધરીએ વન વિભાગના સહયોગથી દરેક વિદ્યાર્થી માટે એક એક રોપાની વ્યવસ્થા કરી ભેટ આપ્યા હતા. વિદ્યાર્થી પોતાના ઘરે શેરીમાં વૃક્ષા રોપણ કરશે અને તેને ઉછેરશે. શાળા કમ્પાઉન્ડમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ વૃક્ષને દત્તક લીધા ઉછેરવાની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી હતી. દરેક વિદ્યાર્થીઓને પ્રસાદ વિતરણ કરાયું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીજ્ઞાબેન ત્રિવેદીએ કર્યું હતું.