બાંગ્લાદેશના ઢાકા ખાતે તા.૨૬ થી તા.૨૮ જુલાઇ દરમ્યાન સૌ પ્રથમ વખત રમાનાર ફર્સ્ટ એશિયન યોગાસન સ્પોટ્ર્સ ચેમ્પિયનશીપમાં ઇન્ડિયાના ટીમ મેનેજર તરીકે પ્રથમ વરકત ભાવનગરનાં યોગ શિક્ષકની પસંદગી થતા ભાવેણાનાં યોગ પ્રેમીઓ ગૌરવ અનુભવી રહ્યા છે.
શિહરો તાલુકાનાં સૌથી નાના એવા માત્ર ૩૦૦ થી ૩૫૦ ફક્ત ક્ષત્રિયોની જ વસ્તી ધરાવતા અને ડુંગરાળ વિસ્તારના માલવણ ગામનાં એક ખેડૂત પરિવારમાં જન્મેલા અને છેલ્લા ૨૦ વર્ષથી ભાવનગરમાં યોગાસનનાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક તૈયાર કરી રાષ્ટ્ર તથા આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે અનેક મેડલો અપાવનાર રેતુભા સતુભા ગોહિલની ઇન્ડિયાની ટીમનાં મેનેજર તરીકે પસંદગી થતા નાનકડા માલવણ ગામનાં વિદેશની ધરતી પર જનાર પ્રથમ વ્યક્તિ અને ભાવનગરનાં પણ યોગ્ય શિક્ષકોમાં પ્રથમ શિક્ષક બન્યા છે. આ અંગે ખુશી વ્યક્ત કરતા રેતુભાએ જણાવ્યું કે, ભાવનગર યોગનું મૂળ ગણાય છે. અને ભાવનગરમાંથી માત્ર ૯ વર્ષની એક જ દિકરી કે જે મારી પાસે તાલીમ લઇ રહી છે. તેવી ઋચા ઓમપ્રકાશભાઇ ત્રિવેદીએ આ ચેમ્પિયનશીપમાં ભાવનગરનું પ્રતિનિધિત્વ કર્યુ ઁછે. નેશનલ સ્કુલ ગેઇમમાં યોગનો સમાવેશ કરાવી ને પ્રથમ સ્કુલ ગેઇમ પણ મહેન્દ્રભાઇ ત્રિવેદીનાં નેજા હેઠળ ભાવનગરમાંથી શરૂ થઇ હતી. દેશના કુલ ૪૦ ભાઇઓ બહેનોમાં ગુજરાત તથા મધ્યપ્રદેશનાં સંયુક્ત ૨૪ ભાઇઓ બહેનો અને ઓફિશ્યલનો સમાવેશ થાય છે. ભાવનગરમાં છેલ્લા ૧૫ વર્ષથી સ્પર્ધા કે જેમાં ફક્ત નવા ખેલાડીઓ જ રમી શેક તેવું આયોજન કરી જેમાંથી સારા ખેલાડીઓ શોધી હું મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના સહયોગથી યોગગોલ ખાતે નિયમિત પ્રકટીસ કરાવું છું.