રાજુલા તાલુકા પંચાયત કચેરી દ્વારા ગુજકેટ ફેઝ (૨)નો વર્કશોપ ગાયત્રી મંદિર ખાતે ભવ્ય રીતે યોજાયો જેમા તાલુકા ગ્રામ પંચાયતના તમામ સરપંચો તાલુકાના ત.ક.મંત્રીઓ, એનજીઓના તમામ કર્મચારીઓ તાલુકા પંચાયતના ટીપીઓ શાખાના અને એસ.બી.એમ.ના તમામ કર્મચારીઓ હાજરી રહ્યા હતા.
રાજુલા તાલુકા પંચાયત કચેરી દ્વારા ગુજરાત ફેઝ(૨)નો વર્કશોપ ગાયત્રી મંદિર ખાતે ભવ્ય રીતે યોજાયો જેમાં તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઈ બોસ, તાલુકા વિકાસ અધિકારી જીતુભાઈ મહેતા કારોબારી ચેરમેન અરજણભાઈ વાઘ, ન્યાય સમિતિ ચેરમેન વતી રમેશભાઈ, તાલુકા પંચાયત વિરોધપક્ષના નેતા કરશનભાઈ કળસરીયા સહિતને ટીડીઓ જીતુભાઈ મહેતાના માર્ગદર્શન મુજબ ગુજકેટ (૨)ના વર્કશોપનું આયોજનની શરૂઆત સૌ હાજર મહાનુભાવોને શબ્દોથી સ્વાગત કર્યા બાદ વર્કશોપનો મુખ્યહેતુ લોકો સ્વચ્છતા તરફ દોરાઈ અને પોતાના ઘરથી શહેર ગ્રામ સુધી સ્વચ્છતા જાળવે ધન કચરાનો યોગ્ય નિકાલ કરે પ્રવાહી કચરાનો પણ યોગ્ય નિકાલ કરે અને થોડા ઘણા જે તે ગામોમાં શોચાલયો બાકી છે તે મનરેગા યોજના હેઠળ કામગીરી પૂર્ણ કરે તેવા હેતુથી આ વર્કશોપનું આયોજન થયેલ આ વર્કશોપમાં ૧૫૦થી ુપર સરપંચો અને ત.ક.મંત્રીઓ આઈઆરડીશાખાના તમામ કર્મચારીઓ તથા તાલુકા કચેરીનો ઓલ સ્ટાફ હાજર રહેલ ટીડીઓના માર્ગદર્શન હેઠળ એસબીએમના બ્લોક કોર્ડીનેટર ફીડેચાભાઈ ટેકનીકલ ઉદયભાઈ, કલસ્ટર કો ઓર્ડીનેટર ભમ્મરભાઈ મુકેશભાઈ અને મિરલબહેન સોલંકી ધારીના ટેકનીકલ ગરેણીયાભાઈ સહિત હોદ્દેદારો અને કાર્યક્રમને સફળ બનાવવા ખુબજ જહેમત ઉઠાવી અને ગામથી લઈ શહેર સુધી ઓડીએફ બનાવવા સંકલ્પ કરેલ.