તળાજાની આરાધ્યા વિદ્યાસંકુલ ખાતે નારી સશક્તિકરણનાં હેતુ સાથે નગરપાલિકાના અધ્યક્ષ દક્ષાબા સરવૈયા તથા નવનિયુક્ત મહિલા પી.એસ.આઇ. સરોજબેન સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં વાલી સંમેલન યોજાયું હતું.
આ સંમેલનમાં પીએસઆઇ સરોજબેન સોલંકીએ નારી સન્માન અને નારીઓની પ્રતિભાઓ અંગે પ્રેરક માર્ગદર્શન સહ દિકરી તુલસીનો ક્યારો છે. આજે નારી દિન પ્રતિદિન આગળ વધતી જાય છે. સમાજ જીવનમાં નારીઓનું સન્માન વધ્યું છે. જેવી વિશેષ બાબતો સાથે મહિલા માર્ગદર્શન આપ્યું હતું. તેમજ શાળા સંચાલક વૈભવ જોશીએ વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકીર્દીમાં માતા પિતાની ભૂમિકા સાથે વિદ્યાર્થીઓને આગળ વધવા માટેના જરૂરી સૂચનો તેમજ પ્રેરક માર્ગદર્શન પૂરૂં પાડેલ. તળાજા શહેરમાં નારી સશક્તિકરણનાં ઉદ્દેશ સાથે યોજાયેલ આ પ્રથમ વાલી સંમેલનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે વાલી ગણ તેમજ શિક્ષણપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરદેવભાઇ વાળા દ્વાાર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવેકાનંદ કન્યા કુમારી કેન્દ્ર દ્વારા આયોજીત સંસ્કૃત સ્વાધ્યાય કસોટીનાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરવામં આવ્યા હતા.