રાણપુર ખાતે આવેલી ધી જન્મભૂમિ હાઈસ્કુલમાં ફરજ બજાવતા શિક્ષક વનરાજસિંહ ચાવડાની અન્ય શાળામાં નહિ જવા દેવાના મુદે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણકાર્યનો બહિષ્કાર કરી આંદોલન ઉપર બેસી જઈ એનકેન પ્રકારે શિક્ષણને અન્યત્ર શાળામાં જવા દેવા વિદ્યાર્થીઓ તૈયાર નથી.
બોટાદ જિલ્લાના રાણપુર ખાતે આવેલી ધી જન્મભૂમિ હાઈસ્કુલમાં ખસ ગામના વતની વનરાજસિંહ ચાવડા છેલ્લા ૧૭ વર્ષથી આજ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે જેઓની શાળા તેમજ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ,તમામ પ્રકારની પ્રવૃતી,જ્ઞાન સાથે ગમ્મત,રમત-ગમત જેવી અનેક બાબતોની સફળ કામગીરી કરતા શિક્ષકની બદલી રોકવા શાળાના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ ગુરુપૂર્ણિમાના દિવસથી જ શિક્ષણ કાર્યનો બહિષ્કાર કરી શાળાના તમામ ૮૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ આંદોલન શરુ કરી દીધું છે જ્યાં સુધી નિરાકરણ ન આવે ત્યાં સુધી શિક્ષણ કાર્યનો બહિષ્કાર કરી આંદોલન ચાલુ રાખી શિક્ષકને અન્યત્ર શાળામાં નહિ જવા દેવા ઉગ્ર માંગ કરવામાં આવી હતી. રાણપુર મુકામે આવેલી ધી જન્મભૂમી હાઈસ્કુલમાં શિક્ષ્રક તરીકે ફરજ બજાવતા ખસ ગામના વતની વનરાજસિંહ ચાવડાને આગામી તા.૨૦/૦૭/૨૦૧૯ ના રોજ પોતાના વતન ખસ ગામની શાળામાં આચાર્યના હોદા માટેનું ઈન્ટરવ્યું હોય જે વિદ્યાર્થીઓને ધ્યાનમાં આવતા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તા.૧૬/૦ /૨૦૧૯ ના રોજ ગુરુપૂર્ણિમાના દિવસથી જ શિક્ષણકાર્યનો બહિષ્કાર કરી ઉગ્ર આંદોલન છેડ્યું હતું અને શિક્ષકને કોઈ પણ હાલતમાં અન્યત્ર શાળામાં જવા દેવા તૈયાર નથી જેના કારણે વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન શરુ કરી દીધું છે.