સાવરકુંડલા ખાતે રહેતા અનીલભાઈ રાઠોડ ગત તા.૪ના રોજ લાઠી ગામે વિડીયો શુટીંગના કામે આવ્યા હતા ત્યારે તેમની કેમેરા સાથેની બેગ કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરી લઈ ગયાની પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે ગણતરીના દીવસોમાં ચોરને મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે.
લાઠી પો.સ્ટે. ના પી.એસ.આઇ. બી.વી.બોરીસાગર તથા સ્ટાફ ના એ.એસ.આઇ અરવિંદભાઇ કટારા તથા પો.કોન્સ મનીષભાઇ એન જાની તથા પો.કોન્સ હસમુખભાઇ એન ખુમાણ પો.કોન્સ દિલીપભાઇ જે ખુંટ પો.કોન્સ જગદીશભાઇ બી.રામાણીની ટીમે ગણતરી ના કલાકો માં અન ડિટેકટ ચોરી નો ગુન્હો ડિટેકટ કરેલ છે ગુન્હો લાઠી પો.સ્ટે. કલમ ૩૭૯,૪૪૭ મુજબ તા.૧૪/૦૨ના ફરીયાદી અનીલભાઇ મગનભાઇ રાઠોડ જાતે કોળી ઉ.વ.૨૪ ધંધો વિડીયો શુંટીંગ રહે. સાવર કુંડલા ગાંધીચોક પંડયા શેરી તા.સાવરકુંડલા જી.અમરેલી વાળાએ જાહેર કરેલ કે ગઇ તા.૦૩/૦૨નો વિડીયો શુંટીંગ લગત સરસામાન જેમા શુંટીંગ નો કેમેરો તથા બેટરી તથા વિડીયો ગ્રાફર ની બેંગ કાળા કલર ની તેમજ એલ.ઇ.ડી. મળી કુલ કિ.રૂ. ૧,૨૪,૨૫૦/- ના મત્તા ની કોઇ ઇસમ લાઠી ખાતે આવેલ કડવા પટેલ સમાજ ની વાડીના જનરલ હોલમાંથી ચોરી કરી લઇ ગયા અંગે ની ફરીયાદ લાઠી પો.સ્ટે. ખાતે નોંધાયેલ જે ફરીયાદ ની તપાસ દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે ઘનશ્યામભાઇ નનુભાઇ ધોળીયા રહે લાઠી કુંડીવાડીના ઘેર તપાસ તજવિજ કરતા તેના ઘરના પાછળ ના ભાગના નવેળામાં ચોરી નો મુદ્દામાલ સંતાડેલ હોય જે અંગે લાઠી પો.સ્ટે. પો.સબ.ઇન્સ તથા પોલીસ સ્ટાફ સાથે રહિ ચોરીમાં ગયેલ મુદામાલ મળી આવતા કાયદેસર ની કાર્યવાહી કરી ડિટેકટ ચોરી નો ભેદ ઉકેલેલ છે હાલ આ આરોપી ની અન્ય કોઇ ગૂન્હામા સંડોવાયેલ છે કે કેમ તેની તપાસ ચાલુ છે.