સેક્સ સીન લીક થવાને લઇ રાધિકા આપ્ટે ભારે ખફા છે

1476

બોલિવુડની સેક્સી સ્ટાર પૈકી એક રાધિકા આપ્ટેએ પોતાના સેક્સી સીન લીક થવાને લઇને નારાજગી વ્યક્ત કરી છે. રાધિકા આપ્ટેએ કહ્યુ છે કે લોકોની વિચારધારા ખરાબ છે. થોડાક દિવસ પહેલા જ હોલિવુડ ફિલ્મ ધ વેડિંગ ગેસ્ટ માટેના કેટલાક સેક્સી સીન લીક થઇ ગયા હતા. આ સેક્સી સીન દેવ પટેલ અને તેની વચ્ચેના રહેલા છે. દેવ પટેલ સાથે પોતાના સેક્સી સીન વાયરલ થયા બાદ ભારે ચર્ચા રહી છે. આ  ફિલ્મ સાથે રાધિકા આપ્ટે હોલિવુડ ફિલ્મમાં એન્ટ્રી કરી રહી છે. અલબત્ત આ ફિલ્મ ભારતમાં રજૂ કરવામાં  આવી નથી. હાલમાં જ રાધિકાએ ફિલ્મને લઇને વાત કરી હતી. રાધિકાએ કહ્યુ હતુ કે તેની ફિલ્મના સેક્સી સીન લીક થઇ ગયા છે. કારણ કે લોકોની વિચારધારા ખરાબ છે. આ ફિલ્મમાં ખુબ વધારે સારા સીન છે. પરંતુ આ સીનને જ લીક કરવામાં આવ્યા છે. રાધિકાએ કહ્યુ છે કે લીક કરવામા ંઆવેલા સીનમાં તે દેવ પટેલની સાથે નજરે પડી રહી છે. આ સીનને તેના નામ પર જ ફેલાવવામાં આવી રહ્યા છે. જ્યારે સીનમાં તે દેવ પટેલની સાથે જ છે. જો કે રાધિકાની સાથે આવુ પ્રથમ વખત બન્યુ નથી. વિતેલા વર્ષોમાં પણ તે સેક્સી સીનને લઇને ચર્ચા જગાવી ચુકી છે. તે પહેલા રાધિકાના એક આદિલ હુસેનની સાથે સેક્સી સીન પણ લીક કરવામાં આવ્યા હતા. આ સીન ફિલ્મ પાચર્ડના હતા. નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર થિયેટર અને ફિલ્મોમાં કામ કરી ચુકેલી રાધિકા આપ્ટે ન્યુડ સીનને લઇને હમેંશા આત્મવિશ્વાસથી ભરપુર રહે છે.

પહેલા પણ એક ન્યુડ ક્લીપ તેની વાયરલ થયા બાદ બોલિવુડની સાથે સાથે દેશના જુદા જુદા ભાગોમાં તેની ચર્ચા રહી હતી. રાધિકા આપ્ટે બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકેની છાપ ધરાવે છે.

Previous articleસેક્સી ફોટા મારફતે મંદાના કરીમીએ ફરી ચર્ચા જગાવી
Next articleઅમરનાથ યાત્રા : જુલાઇમાં ૨.૨૦ લાખ શ્રદ્ધાળુના દર્શન