શહેરના વિઠ્ઠલવાડી પાસે આવેલ શો-રૂમમાંથી મેનેજરની મદદથી છ વાહનોની ચોરી કરનાર બે શખ્સોને એસઓજી ટીમે તમામ મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર શહેર તથા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીઓની ઘટનાઓ બનતી હોય જેથી એસ.ઓ.જી. શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ગઇકાલે બાતમી આધારે સુભાષનગર, એરપોર્ટ રોડ, બાલા હનુમાન પાસેથી આરોપી અંકુશભાઇ લાલાભાઇ આલગોતર ઉ.વ. ૧૮ રહે. જુની માણેકવાડીવાળાને શંકાસ્પદ એકટીવા મોટર સાયકલ સાથે પકડી પાડવામાં આવેલ અને જે બાબતે ઘોઘારોડ પો.સ્ટે.માં સીઆરપીસી કલમ ૪૧ (૧)(ડી) કરી આરોપીની પુછપરછ કરતા પોતે તથા પોતાના મિત્ર વસીમ દસાડીયાએ વિઠ્ઠલવાડી પાસે આવેલ ઇટરનલ હોન્ડાના શો રૂમમાંથી મેનેજર ઉતમભાઇના મેળાપીપણાથી નજીવી કિંમતમાં બીલ કે આધાર પુરાવા વગરના નવા એકટીવા મો.સા.નંગ-૬ કઢાવેલાની કબુલાત આપેલ જેના આધારે આરોપી વસીમભાઇ યુસુફભાઇ દસાડીયા ઉ.વ.૨૯ રહે. જમના કુંડ ચોક નસીમ સોસાયટી અપના પ્રોવીઝન સ્ટોરવાળા ખાંચામાને એક એકટીવા સાથે ધોરણસર અટક કરવામાં આવેલ છે તેમજ અન્ય એકટીવા મો.સા. જુદી જુદી વ્યકિતઓને વેચેલ હોય જે કુલ-૬ એકટીવા મો.સા. સહિત કુલ કિંમત રૂપિયા ૨,૮૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ. ઓમદેવસિંહ વી. ગોહિલ, બલવીરસિંહ જાડેજા, પોલીસ કોન્સ. જીતેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઇ ઉલવા, નિતિનભાઇ ખટાણા, બાવકુભાઇ કુંચાલા, ધર્મેન્દ્રસિંહ ગોહીલ જોડાયેલ હતા.