અમરનાથ યાત્રા સાનુકુળ માહોલમાં ઉત્સાહ વચ્ચે જારી છે. બાબા બર્ફાનીના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે પહેલી જુલાઇના દિવસે અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદથી ૨.૨૦ લાખ શ્રદ્ધાળુ બાબા બર્ફાનીના દર્શન કરી ચુક્યા છે. આજે સવારે સઘન સુરક્ષા વ્યવસ્થા ૪૧૬૭ શ્રદ્ધાળુઓનો નવો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. બાલતાલ અને પહેલગામના બેઝકેમ્પમાંથી આ શ્રદ્ધાળુ રવાના કરાયા હતા. જમ્મુના ભગવતીનગર કેમ્પથી ૪૧૬૭ શ્રદ્ધાળુ રવાના કરવામાં આવ્યા હતા. આ યાત્રીમાં ૩૨૧૧ પુરુષો, ૭૯૦ મહિલાઓ અને ૨૫ બાળકો અને ૧૪૦ સાધુ-સંતોનો સમાવેશ થાય છે. આ તમામ ૧૬૯ વાહનોના કાફલામાં રવાના થયા હતા. હવામાનની અનુકુળતા અને પવિત્ર ગુફામાં બાબા બર્ફાની વિરાજમાન હોવાના કારણે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પુરૂષોની સાથે સાથે મહિલાઓ અને બાળકો પણ જોરદાર રીતે પહોંચી રહ્યા છે. અમરનાથ યાત્રાના મહત્વને લઇને આ બાબતથી અંદાજ લગાવી શક્યા છે કે આ વખતે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ પોતે કાશ્મીર પહોંચ્યા હતા. અને સુરક્ષા પાસાની ચકાસણી કરી હતી. આ વખતે અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આશરે ૪૦ હજાર સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કાશ્મીર ખીણ માટે જુદા જુદા વાહનોમાં શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. ભગવતી નગર યાત્રી નિવાસથી તમામ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. શ્રદ્ધાળુઓમાં ત્રાસવાદી હુમલાની કોઇ દહેશત દેખાઇ રહી નથી. સુરક્ષા વ્યવસ્થા તમામ જગ્યાએ રાખવામાં આવી છે. વિતેલા વર્ષોમાં હુમલા થઇ ચુક્યા છે જેથી આ વખતે વિશેષ સુરક્ષા રાખવામાં આવી રહી છે. દર્શન કરનાર શ્રદ્ધાળુઓનો આંકડો આ વખતે ખુબ ઉપર પહોંચી શકે છે. ભારે ઉત્સાહ અને ધાર્મિક માહોલમાં આગળ વધી રહી છે. પહેલી જુલાઇના દિવસે અમરનાથ યાત્રા શરૂ થઇ હતી. ત્યારબાદ છેલ્લા ૧૮ દિવસમાં વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચતા ખુશીનુ મોજુ ફરી વળ્યુ છે. બાબા બર્ફાનીના દર્શન માટે શ્રદ્ધાળુઓ રેકોર્ડ સંખ્યામાં પહોંચી રહ્યા છે. હજુ પણ દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ઉત્સુક બનેલા છે. બીજી બાજુ અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદ હજુ સુધી જુદા જુદા કારણોસર ૧૬ શ્રદ્ધાળુઓના મોત થઇ ચુક્યા છે. આજે સવારમાં સઘન સુરક્ષા વચ્ચે શ્રદ્ધાળુઓ બલતાલ માટે રવાના કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક શ્રદ્ધાળુઓની ટોળકી પહેલગામ માટે રવાના કરવામાં આવી હતી. આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. અમરનાથ યાત્રામાં અનેક પ્રકારની અડચનો આવી રહી છે છતાં શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા છે. બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. હવે અમરનાથ યાત્રા સાનુકુળ રીતે આગળ વધી રહી છે.અમરનાથ યાત્રાને લઇને શ્રદ્ધાળુઓ વર્ષથી રાહ જોતા રહે છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દરરોજ પવિત્ર અમરનાથ ગુફામાં કુદરતીરીતે બનતા શિવલિંગના દર્શન કરી રહ્યા છે. અમરનાથ યાત્રા શરૂ કરવામા ંઆવ્યા બાદથી હજુ સુધી બે લાખથી વધારે શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે. આ વખતે આ આંકડો રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચી શકે છે. અમરનાથ યાત્રા ૪૫ દિવસ સુધી ચાલનાર છે.અમરનાથમાં આ વખતે આંકડો નવી સપાટી પર પહોંચી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રહેલા શ્રદ્ધાળુ કરતા વધુ પહોંચી શકે છે.