રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે આવતીકાલે તેના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. રિલાયન્સના પરિણામ ઉપર તમામની નજર કેન્દ્રિત રહેશે. કંપની રિફાઈનિંગ માર્જિન ઉપર મોટાભાગે નજર રાખશે. મુકેશ અંબાણીના નેતૃત્વમાં કંપનીએ ૩૧મી માર્ચ ૨૦૧૯ના દિવસે પુરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં તેનો નેટ નફો ૧૦૩૬૨ કરોડ રૂપિયા રહ્યો હતો અને તેમાં ૯.૮ ટકાનો વધારો નોંધાયો હતો. જૂન ત્રિમાસિક ગાળા ૨૦૧૯માં એટલે કે એક વર્ષ અગાઉ કંપનીએ નેટ નફામાં ૧૭.૯ ટકાનો વધારો થયો હતો. નેટ નફો ૯૪૫૯ કરોડનો રહ્યો હતો. ત્રિમાસિક સમીક્ષા હેઠળ આરઆઈએલમાં જીઆરએમમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. આરઆઈએલના પરિણામ પર તમામની નજર છે.