શિવજીને દુધ અભિષેક સાથે ગરીબ બાળકોને પણ પોષણયુક્ત આહાર આપજો તેમ જામનગર ખાતે કૈલાસ માન સરોવર મુક્તિ અભિયાનના રાષ્ટ્રીય અધ્યક્ષ નાનુભાઈ ડાંખરાએ કહ્યું.
જામનગર કાતે બુધવારે મળેલા સંમેલનમાં કૈલાસ માન સરોવર મુક્તિ અભિયાનના કાર્યકર્તાઓ અને શુભેચ્છકોના સંમેલનમાં અધ્યક્ષ નાનુભાઈ ડાંખરાએ હોદ્દેદારો અને કાર્યકરોને કોઈને કોઈ રીતે શિવનું કામ કરવા સંદેશો આપ્યો હતો. શિવજીને દુધ અભિષેક સાથે ગરીબ બાળકને પણ પોષણયુક્ત આહાર આપજો તેમ પણ કહ્યું તેમણે કૈલાસ માન સરોવર મુક્તિ માટે વાત કરી મહારાજે ગંગાની સ્કંદપુરાણમાં ઉલ્લેખ હોવા સાથે આજે અહિ ગંગા આવી હોવાના ભાવ વ્યક્ત કર્યો.
કથાકાર અને અભિયાનના અગ્રણી હસુબાપુએ રાષ્ટ્રીય તથા સંકીર્તનનું બાળકોને શિક્ષણ આપતા કહ્યું પંડિતે સ્ત્રીસશક્તિકરણ સાથે જાગવા અંગે જણાવ્યું અહી આઈ સતિમાતાએ સંકીર્તન ગાન રજુ કર્યુ હતું. કાર્યક્રમ પ્રાંભે અભિયાનના મહિલા વિભાગ રાષ્ટ્રીય અધ્યક્ષ હર્ષાબા જાડેજાએ સૌને આવકાર્યા હતા. અહિ ભાવનગરના કાર્યકર્તા કુતલભાઈ ત્રિવેદી સામેલ થયા હતા આભારવિધી અભિયાનના રાષ્ટ્રીય સચિવ રઘુવીરસિંહ જાડેજો કરી હતી અહિ બાળાઓએ સુંદર તલવાર નૃત્યુ કર્યુ હતું.