સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ભારત સરકાર તથા ગુજરાત સરકાર તેમજ ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ, કાનપુર (અલિમકો) અને જિલ્લા વહીવટી તંત્ર ગાંધીનગરના સંયુકત ઉપક્રમે જિલ્લાનાં દિવ્યાંગજનો તથા વયોનેસાધન સહાય વિતરણ કરવા પાત્રતા ચકાસણી કેમ્પનોપ્રારંભ જિલ્લા કલેકટર એસ.કે. લાંગાની ઉપસ્થિતિમાં આજે અડાલજ, સામુહિક આરોગ્ય કેન્દ્રથી કરવામાં આવ્યો હતો.
આ પાત્રતા ચકાસણી (મૂલ્યાંકન) કેમ્પમાં આજુબાજુનાં ગામોમાંથી ઉપસ્થિત વયો અને દિવ્યાંગોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ૧૦૦ વયો અને ૨૬૩ દિવ્યાંગોની ચકાસણી કરી પસંદગી કરવામાં આવી હતી. પ્રારંભમાં કલેકટરલાંગાએ કેમ્પમાં કરાયેલ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યા બાદ કૃત્રિમ અંગ નિર્માણ કાનપુરની ટીમ અને ઉપસ્થિત તબીબી ચકાસણી ટીમ સાથે પરામર્શ કર્યો હતો. તેમજ આજુબાજુના ગામોમાંથી ઉપસ્થિત દિવ્યાંગ અને વયષ્ક વ્યકિતઓનું મૂલ્યાંકન થાય અને મહત્તમ લોકોને લાભ મળે તે જોવા ચર્ચા કરી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી આર.આર. રાવલ, કૃત્રિમ અંગ નિર્માણ કાનપુરની ટીમના વડા, પ્રાંત અધિકારી જે.એમ. ભોરણીયા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પિયુષ પટેલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સંજય દેસાઇ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સંજય પટેલ, મામલતદાર સુનીલભાઇતેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો. વિપુલ સોનેરી તેમજ વિવિધ તબીબી ટીમના તબીબો ઉપસ્થિત રહયાં હતાં.