મેવાણીને ફટકો : આગોતરા જામીન અરજીને કોર્ટે ફગાવી

537

વલસાડમાં આરએમવીએમ સ્કૂલનો એક વિવાદીત વીડિયો પોસ્ટ કરીને પીએમઓ પાસે ખુલાસો માંગવાના ચકચારભર્યા કેસમાં વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગોતરા જામીન અરજી વલસાડ કોર્ટે આકરા વલણ સાથે ફગાવી દીધી છે. નીચલી કોર્ટમાંથી રાહત નહી મળતાં હવે જીગ્નેશ મેવાણીને ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવી પડે તેવી સ્થિતિ બની છે. વલસાડની આરએમ વીએમ સ્કુલના નામે જીગ્નેશ મેવાણીએ ટિ્‌વટર પર ટિપ્પણી કરતી એક પોસ્ટ કરી હતી. જેના કારણે જીગ્નેશ મેવાણી વિરુદ્ધ વલસાડ સીટી પોલીસમથકમાં ફરિયાદ દાખલ થઇ હતી. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વલસાડની આરએમ વીએમ સ્કુલના નામે વિદ્યાર્થીને માર મારતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. વાયરલ વીડિયોને મેવાણીએ વલસાડની સ્કૂલનો દર્શાવ્યો હતો. આટલું જ નહીં, મેવાણીએ આ વીડિયો પોસ્ટ કરીને સ્કૂલ વિરુદ્ધ ટિપ્પણી કરીને પીએમઓ પાસે ખુલાસા માંગ્યા હતા. ચકચારભર્યા આ કેસમાં આજે વલસાડ કોર્ટે જીગ્નેશ મેવાણીના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા. કોર્ટે જીગ્નેશ મેવાણીના આગોતરા જામીન ફગાવ્યા છે. જીગ્નેશ મેવાણીના આ ટિ્‌વટના કારણે રાજ્યમાં વિવાદ ઉભો થયો હતો અને વિવાદ વધતા મેવાણીએ પોતાના ટિ્‌વટર હેન્ડલ પરથી ટિ્‌વટ હટાવવાની ફરજ પડી હતી. આ મામલો મે મહિનાનો છે.

જ્યારે ટ્‌વીટર પર મેવાણીએ આ વીડિયો પોસ્ટ કર્યો ત્યારે શાળાએ ખુલાસો આપ્યો હતો કે, આ વીડિયો અમારી શાળાનો નથી અને અંતે શાળાએ પોલીસ ફરિયાદ કરી હતી. જીગ્નેશ મેવાણી વિરુદ્ધ આરએમવીએમ શાળાના આચાર્યએ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.આમ સ્કૂલના વિદ્યાર્થીઓને માર મારતો વાયરલ થયેલ એક ફેક ન્યુઝને જીગ્નેશ મેવાણીએ ટિ્‌વટ કરી શાળાને બદનામ કરી હતી. જો કે, શાળાના આચાર્ય દ્વારા વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતા મામલો ગરમાયો હતો. જીગ્નેશ મેવાણીએ આ ઘટના સામે આવ્યા બાદ પોતાનો પક્ષ રાખ્યો હતો. મેવાણીએ કહ્યું કે, આ ફરિયાદ નકામી છે. મે શાળાના સંચાલકોને માઠું ન લાગે તેથી મેં માફી માંગી હતી. તેમ છતાં ગુનો દાખલ થયો હોવાથી આ એફઆઈઆર ટકી શકશે નહીં. મેં તો સરકાર પાસેથી ખુલાસો માંગ્યો હતો, મેં ક્યાંય આક્ષેપ કર્યો નહોતો.

Previous articleગાંધીનગરના ચ-રોડ ઉપર બે અંડરપાસ બનશે
Next articleઅલ્પેશ ઠાકોર અને ધવલસિંહ અંતે ભાજપમાં