કરોડ રજ્જુ સહિત જટીલ રોગના દર્દીઓનો રાજકોટમાં સ્ટેપસેલ થેરાપી કેમ્પ યોજાશે

787
bvn1622018-6.jpg

કરોડરજ્જુમાં ઈજા ધરાવતા વ્યકિતઓનું રિહેબિલિટેશન કરવું એ રિહેબિલિટેશન નિષ્ણાતો માટે સૌથી વધુ પડકારરૂપ ક્ષેત્રોમાંનું એક છે. આજ દિન સુધી, ખુબ ઓછા લોકો દાવો કરી શક્યા છે કે કરોડરજ્જુને થયેલ નુકસાન દુર કરવામાં કે તેની ઈજાનો કોઈ ઈલાજ થઈ શકયો હોય. જો કે દુનિયાભરના સંશોધકોને સ્ટેમ સેલથેરાપી (એસસીટી)માં મોટી આશા જોવા મળી છે. અને તેણે દર્શાવ્યું છે કે એસસીટી રિહેબિલિટેશનની ભુમિકા કરોડરજ્જુની ઈજા ધરાવતા દર્દીઓને સ્વતંત્ર બનાવવામાં વધી જાય છે. ગુજરાતના દર્દીઓ માટે, ન્યુરોજન બ્રેઈન એન્ડ સ્પાઈન ઈન્સ્ટીટયુટ દ્વારા ર૪ ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં ફ્રી વર્કશોપ તેમજ ઓપીડી કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કેમ્પનું આયોજન ન્યુરોજનના દર્દીઓને સન્માનિત કરવા થઈ રહ્યું છે. કમ કે ન્યુરોજન સમજે છે કે કરોડરજ્જુની ઈજા, મસ્કયુલર ડાઈસ્ટ્રોફી, ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી વગેરેના દર્દીઓ માટે મુંબઈ સુધી માત્ર કન્સલ્ટેશન માટે આવવું એ ઘણું જ તકલીફદાયક નીવડી શકે છે. આ તમામ દર્દીઓ કે જેઓ લાઈલજ ન્યુરોલોજિકલ ડિસઓર્ડસથી પીડાય છે તેઓ આ ફ્રી કેમ્પ માટે અપોઈન્ટમેન્ટ મેળવવા માટે મોનિકાનો ૯૯ર૦ર૦૦૪૦૦, પુશકલાનો ૦૯૮ર૧પર૯૬પ૩ નંબર પર સંપર્ક સાધી શકે છે. 

Previous articleરાણપુરના ધારપીપળા ગામે સગીરની ગળુ દબાવી હત્યા
Next articleજાહેરમાં જુગાર રમતા ૬ પરપ્રાંતિય ઝડપાયા