ગઇ તા.૧૭/૦૭/૨૦૧૯ ના રોજ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. ટીમ રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે રાજુલા પો.સ્ટે નાં ૩૦૨ મુજબના ગુન્હાના કામના કેદી દિલુભાઇ દડુભાઇ વાળા રહે. વડ ગામ વાળો રાજકોટ જીલ્લા જેલમાંથી વચગાળાના જામીન પરથી પેરોલ જમ્પ થયેલ જે છતડીયા બસ સ્ટેન્ડ પાસે વડ જવાના રસ્તે હોવાની હકિકત મળતા બાતમીમાં વર્ણનવાળા ઇસમને દેશી બનાવટનો તમંચો (હથિયાર) તથા જીવતા કાર્ટીસ સાથે ઝડપી પાડેલ છે.
આરોપી પાસેથી એક દેશી હાથ બનાવટનો તમંચો કિ.રૂ. ૩૫૦૦/- તથા બારબોરના જીવતા કાર્ટીસ નંગ-૦૧ કિ.રૂ. ૫૦/- મળી કુલ મુદ્દામાલ સહિત કિ.રૂ. ૩૫૫૦/- સાથે પકડી પાડેલ અને ઉપરોક્ત ઇસમ વિરુધ્ધ આર્મ્સ એક્ટ તળે ગુન્હો દાખલ કરી આરોપીને વધુ તપાસ અર્થે રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.