સાવરકુંડલા માનવમંદિર આશ્રમ દ્વારા નિરાધાર દિકરીનાં લગ્ન લેવાયા

781

સાવરકુંડલા થી ૫ કિલોમીટર દૂર આવેલ માનવ મંદિર આશ્રમમાં રખડતી ભટકતી નિરાધાર મહિલાઓને વિનામૂલ્યે ખુદ ભક્તિ બાપુની નિશ્રામાં રાખવામાં આવે છે અને આ માનુ મંદિર માં આજ સુધીમાં ઔષધ દીકરીઓ સાજી થઈ સમાજમાં પુન સ્થાપિત થઈ છે તેમજ અત્યાર સુધીમાં પાંચ દીકરીઓના લગ્ન પણ કરાવવામાં આવ્યા છે ત્યારે આજે માનવ મંદિરમાં આ પાંચમી દીકરીના લગ્ન યોજાઈ ગયો. તારીખ ૧૯ મેં ૨૦૧૬ ના રોજ  મહિલા હેલ્પલાઇન દ્વારા અને અમરેલી ખાતે આવેલ હોટેલ ચિત્રકૂટ ના જયસુખભાઇ કેળાની ભલામણથી દાખલ કરવામાં આવી હતી આજે આ દીકરીના લગ્ન ડાભલા જીરા નિવાસી વિપુલભાઈ રમણીકભાઈ પાઘડાળ સાથે ગાયત્રી શાસ્ત્રોક્ત વિધિથી માનવ મંદિર પરિવારના  શિવપુરી હાજરીમાં યોજાઈ ગયા ચલાલા ગાયત્રી મંદિરના પરસોતમભાઈ દ્વારા આ શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી હતી.આ દીકરી કે જેનું નામ છે  હેમા રાણપરીયા આ દીકરી ના ભાઈ તરીકે માનવું મંદિરના સેવક કરણ અનિલભાઈ ક્યાડા તેમજ બીજા ફેરે પ્રવીણભાઈ કોટીલા અને ત્રીજા ફેરામાં નાઈ સમાજ ના પ્રમુખ નનાકાભાઈ  મેસરીયા ચોથા ફેરામાં ભુરાભાઈ પાંચમા ફેરામાં હાર્દિકભાઈ સમાજના અગ્રણી છઠ્ઠા ફેરામાં મુસ્લિમ સમાજના અગ્રણી યુનુસભાઈ અને છેલ્લા અને સાતમા ફેરામાં સાવરકુંડલાના કનુભાઈ દૂધવાળા એ જવટલ હોમી આ માનવ મંદિર ની દીકરી પ્રત્યેની સામાજીક ફરજ પુરી કરી હતી આ તકે માનવ મંદિરના ભક્તિ બાપુ જાન લઈ આવેલા જાનૈયાઓ નું શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું દીકરી કન્યાદાન અમરેલી ના હોટલ ચિત્રકૂટ ના માલિક જયસુખભાઇ ક્યાડા અને તેમના ધર્મપત્ની ભારતીબેન દ્વારા કરવામાં આવ્યું હતું

Previous article૩ વર્ષથી પેરોલ જમ્પ કરેલ આરોપીને દેશી તમંચા સાથે રાજુલા પોેલીસે ઝડપી લીધો
Next articleએમ.જે.કોલેજમાં વેલકમ ફંક્શન