એમ.જે.કોલેજ ઓફ કોમર્સમાં એફ.વાય.બી.કોમ. સેમ.૧ ના વિદ્યાર્થીઓને સત્કારવા માટે વેલકમ ફંકશનનું આયોજન કોલેજના વિવેકાનંદ હોલમાં રાખવામાં આવેલ જેમાં કોલેજનાં અભ્યાસીક અને સરઅભ્યાસીક પ્રવૃત્તિ અંગેનો વિસ્તૃત ખ્યાલ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો. કોલેજ આચાર્ય બ્રિજરાજસિંહ ગોહિલે શિસ્ત પાલન અંગે અગત્યની સૂચના આપી હતી.