સીએસએમસીઆરઆઈ માં જિજ્ઞાસા પ્રોગ્રામ અંતર્ગત બીજું ગ્રુપ આવેલ છે. જેમાં કેન્દ્રીય વિદ્યાલય ગાંધીનગર, હિંમતનગર, વિરમગામ અને વડસારના ૭૦ વિદ્યાર્થીઓ તેમજ ૧૨ શિક્ષકો સામેલછે. આ પ્રોગ્રામની શરૂવાતમાં ડો.કન્નન શ્રીનિવાસનએ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા અને ખાસ કરીને સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ પાર વિશેષ ભાર મુક્યો. આ પ્રોગ્રામ ના પ્રથમ તબક્કામાં વિદ્યાર્થીઓ બાયોટેકનોલોજી અને ટીશ્યુ કલ્ચર પર સીએસએમસીઆરઆઇમાં કરવામાં આવેલા કામ વિશે પરિચય કરવામાં આવ્યો હતો. સીએસએમસીઆરઆઈ ટીમએ તેમને અબિઓટીક તાણ, ખાસ કરીને મીઠું અને દુષ્કાળ ની પરિસ્થિતિમાં તણાવ અને તાણ સહનશીલ પાકના વિકાસ વિશે પરિચય આપ્યો. આબોહવા સ્થિતિસ્થાપકતાને વિકસાવવા માટે અબિઓટિક તણાવ, બાયોટેક્નોલોજી અને પ્લાન્ટ ટીશ્યુ ક્લચરની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્લાન્ટ ટીશ્યુ કલ્ચર પ્રવૃત્તિઓ અને ટીશ્યુ કલ્ચરમાં વિવિધ પ્રયોગો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. તેમને ડેટ પામની ટીશ્યુ કલ્ચર બતાવવામાં આવી હતી અને માદા જીનોટાઇપના ઉચ્ચ ગુણવત્તાની રોપણીના પ્રચાર કરવા ડેટ પામ ટીશ્યુ કલ્ચરની સમજણ ડો.અનીષા સિંઘ અને ડો.મંગલ સિંઘ રાઠોડ એ આપી હતી. વિદ્યાર્થીઓ સંસ્થામાં આર એન્ડ ડી પ્રવૃત્તિઓ વિશે ખૂબ જ જિજ્ઞાસુ હતા અને ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. સીએસએમસીઆરઆઇના વૈજ્ઞાનિકોએ તેમના પ્રશ્નો ઉકેલ્યા. ત્યારબાદ બીજા તબ્બકામાં સી-વિડની ખેતી ઉપર ભાર મુકવામાં આવ્યો હાલ માં ભારત માં પણ સી-વિડની ખેતી વિકસિત થઇ રહી છે. સી-વિડ એટલેકે શેવાળ, તેના મુખ્ય પ્રકારો વિષે ઊંડાણપૂર્વક માહિતી આપી તેમજ તેઓના નામ, તે કઈ જગ્યાએ ઉગે છે. તેને કેવા પ્રકારની આબોહવા અનુરૂપ છે, તેના બીજા ઉપયોગો જેવાકે કોસ્મેટિક, મેડિકલ ક્ષેત્રે કઈ રીતે ઉપયોગમાં આવે છે એ વિષે જણાવવામાં આવ્યું અને ખાસ રીતે કહ્યુંકે હાલમાં અમુક દેશો શેવાળ નો ઉપયોગ ખાદ્યપદાર્થ માં પણ કરી રહ્યા છે કારણ કે તેમાંથી તેઓને પ્રોટીને અને ફાઇબર ભરપૂર માત્રામાં મળી રહે છે. ત્યારબાદ સી-વિડની આર્ટિફિશ્યલ ખેતી થાય છે લેબોરેટોરીમાં જઈને વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ નિહાળ્યું જે તેઓ માટે ખુબજ રસપ્રદ હતું અને બાળકોએ આ પ્રયોગ અનુરૂપ સવાલો પણ પૂછ્યા જેથી તેઓના મનમાં આ વિષય પ્રસ્તયે રુચિ પ્રેરિત થઇ. આ વિષેની સંપૂર્ણ માહિતી ડો. મોનીકા કાવલે એ આપી હતી. આ પ્રોગ્રામ કેન્દ્રીય વિદ્યાલય ગાંધીનગર, હિંમતનગર, વડસર,વિરમગામ માંથી આવેલ શિક્ષકો, ભાવનગર કેન્દ્રીય વિદ્યાલય અને સેન્ટ્રલ સોલ્ટ ના સહયોગથી થઇ રહ્યો છે. આ કાર્યક્રમ ના આયોજક ડો.અંકુર ગોયલ એ જણાવ્યું કે આ સંસ્થા વિજ્ઞાન જાગૃતિ માટે હંમેશા તત્પર છે.