ભાવનગર મહાનગરપાલિકાના રોડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જુના રોડને રીનોવેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ રસ્તા નવ નિર્માણની કામગીરી લોકો તથા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે ટીકા સાથે રોષ જનમ્યો છે. સમગ્ર રાજ્યમાં ભાવનગર મહાનગર પાલિકા શહેર મધ્યે વૃક્ષ વાવેતર અને જતન ઉછેરમાં સૌથી છેલ્લા ક્રમે છે. માત્ર આટલુ જ નહી પરંતુ હાલ હયાત વૃક્ષોની જાળવણી પણ બરાબર કરી શકતુ નથી જેના અનેક ઉદાહરણો પૈકી એક છેલ્લા થોડા સમયથી મહા.પા.ના રોડ વિભાગ દ્વારા શહેરમાં આવેલ વિવિધ રસ્તાઓને વિકસાવી નવા બનાવવામાં આવી રહ્યા છે. આ રોડ પહોળા કરાવમાં અંતરાય રૂપ વૃક્ષોને તંત્ર ઝડ મુળમાંથી દુર કરી રહ્યુ છે. રોડ વિકસાવવામાં વૃક્ષો, વીજપોલ અન અધિકૃત દબાણો સહિતની બાબતો બાધા રૂપ હોવા છતા તંત્ર માત્રને માત્ર ઘેઘુર વૃક્ષોનું જ નિકંદન કાઢી રહ્યુ છે એક તરફ કેન્દ્ર સરકાર તથા પર્યાવરણ વાદીઓ વધુને વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવા હિમાયત કરી રહ્યા છે ત્યારે સરાકરનું જ એક તંત્ર આડેધડ ઝાડવાઓ કાપવામાં જ રસ દાખવી રહ્યા છે.તાજેતરમાં જ સુભાષનગર એરપોર્ટ રોડ, ભરતનગર અને નિલમબાગથી જ્વેલર્સ સર્કલ સુધીના ડેરી રોડ પર આવેલ વૃક્ષોનું બેફામ પણે છેદન થઈ રહ્યુ છે આજરોડ પર અનેક વિજપોલ તથા અન્ય દબાણો આજે પણ મોજુદ છે છતા તંત્રતો માત્રને માત્ર વૃક્ષો જ કાપે છે જ્વેર્લ્સ સર્કલ પર થોડા સમય પૂર્વે વર્ષો જુના એક વડને કાપી જમીન દોસ્ત કરવામાં આવ્યો હતો જેના કારણે અનેક પક્ષીઓ, જીવજંતુઓનું આશ્રય સ્તાન નષ્ટ થયુ છે તો બીજી તરફ પર્યાવરણને પણ ગંભીર નુકશાન પહોચાડવામાં આવી રહ્યુ છે આ ઘટના તાજી જ છે ત્યા આજરોજ જ્વેર્લ્સના દરવાજા પાસે આવેલ વિશાળ વૃક્ષને કાપવામાં આવ્યું હતું.
સમગ્ર ઘટના વન વિભાગ તથા પર્યાવરણ પ્રેમીઓની નજર સમક્ષ ઘટી રહી હોવા છતા કોઈ પણ વ્યક્તિ એક પણ હરફ નથી ઉચ્ચારી રહ્યા એથી વિપરીત મનપાનું ગાર્ડન અને વન વિભાગ વૃક્ષ કાપવા માટે બે ધડક મંજુરીઓ આપી સહયોગ આપી રહ્યા છે આજે અદ્યતન ટેકનોલોજી અને પુરતી સવલતો મોજુદ હોવા છતા આ બાબતને અનુસરવાના બદલે તંત્ર માત્ર વૃક્ષ છેદનમાં જ રસ દાખવે છે !