ભાવનગર લોકસભા વિસ્તારના સાંસદ ડો.ભારતીબેન શિયાળ દ્વારા પાર્લામેન્ટ હાઉસ માં ઘોઘા થી રો-રો ફેરી મુંબઈ અને સુરત સુધી શરુ કરવા માટે માંગ કરી હતી.
સુરત અને મુંબઈ શહેર સાથે ભાવનગર અને બોટાદ જીલ્લા ને ટ્વીનસીટી જેવો વ્યવહાર રહ્યો છે ત્યારે ભાવનગર અને બોટાદ જીલ્લા માંથી ઉદ્યોગપતિઓ,વેપારીઓ તેમજ અસંખ્ય લોકો પોતાના ધંધા રોજગાર આજીવિકા માટે દરરોજ મોટી સંખ્યામાં ભાવનગર થી સુરત/મુંબઈ રસ્તા ના માર્ગે પ્રાઇવેટ વાહનો,લક્ઝરી બસો માં મુસાફરી કરતા હોય છે.જ્યાં અકસ્માતો તેમજ ટ્રાફિક ની સમસ્યા અને વધારે સમય નો વ્યય થતો હોય છે.લોકઉપયોગી માંગણીઓ ને પૂરી કરવા માટે ભાવનગર-બોટાદ જીલ્લાના સાંસદ ડો.ભારતીબેન શિયાળ દ્વારા આજ રોજ ૧૭ મી લોકસભા ના પ્રથમસત્ર માં પાર્લામેન્ટ ફ્લોર પર ઘોઘા થી સુરત અને મુબઈ સુધી રો-રો ફેરી શરુ કરવા માટે માંગ કરી હતી. ઘોઘા થી સુરત અને મુબઈ સુધી રો-રો ફેરી શરુ થવાથી સમગ્ર સૌરાષ્ટ્ર ના વિકાસ ના દ્વારા ખુલશે તેમ સાંસદ દ્વારા જણાવ્યું હતું.