ધોનીના સંન્યાસનો નિર્ણય તેના પર જ છોડી દેવો જોઇએ : વિરેન્દ્ર સેહવાગ

559

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગને લાગે છે કે, મહેન્દ્ર સિંહ ધોનીને એ વાતનો પૂર્ણ અધિકાર છે કે, તે સન્યાસ ક્યારે લે. સાથે-સાથે તેમણે સિલેક્શન કમિટીને પણ અપીલ કરી છે કે, તેમની આગામી રણનીતિ અંગે પૂર્વ કેપ્ટનને જણાવી દે.

એક ઇન્ટરવ્યૂમાં સહેવાગે જણાવ્યું હતું કે, આ વાત ધોની પર જ છોડવી જોઇએ કે, તેને ક્યારે સન્યાસ લેવો. સિલેક્ટર્સનું કામ એ છે કે, તેઓ ધોની સાથે વાત કરે અને તેમને જણાવે કે, તેઓ તેઓ ધોનીને આગળ તક નહીં આપી શકે.સાથે-સાથે સહેવાગે એમ પણ કહ્યું કે, કાશ તેમના સમયમાં પણ સિલેક્ટર્સ તેમની રણનીતિ જણાવતા. સહેવાગે કહ્યું, “કાશ મને પણ સિલેક્ટર્સે મારી રણનીતિ અંગે પૂછ્યું હોત તો હું પણ તેમને જણાવી શકત.

સહેવાગે જ્યારે સન્યાસ લીધો ત્યરે સિલેક્શન કમિટીના અધ્યક્ષ સંદીપ પાટિલ હતા. પાઇલ પણ આ પેનલમાં હાજર હતા. પાટિલે જણાવ્યું કે સચિન તેંડુલકર સાથે તેમના ભવિષ્ય અંગેની વાત કરવાની જવાબદારી મને અને રાજિંદર સિંહ હંસને સોંપવામાં આવી હતી અને સહેવાગ સાથે વાત કરવાની જવાબદારી વિક્રમ રાઠૌરને સોંપવામાં આવી હતી. અમે વિક્રમને પૂછ્યું હતું તો તેમણે કહ્યું હતું કે, સહેવાગ સાથે વાથ થઈ ગઈ છે, પરંતુ સહેવાગ કહે છે તો હું તેની પૂરી જવાબદારી લઉં છું.

Previous articleહવે સ્લો ઓવર રેટ માટે ફક્ત કેપ્ટન જ નહિ સમગ્ર ટીમને સજા મળશે
Next articleરેપોરેટમાં ૦.૫૦ ટકા સુધી ઘટાડો થવાના સ્પષ્ટ સંકેતો