દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંકના કૌભાંડનો આરોપી નીરવ મોદીના સુરતના ત્રણ ઠેકાણા પર ઈડ્ઢના દરોડા પાડ્યા છે. ઈડ્ઢ દ્વારા મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ નીરવ મોદી અને અન્ય સામે ૨૮૦ કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ ઝ્રમ્ૈંએ દાખલ કરેલી ફરિયાદના આધારે કરવામાં આવ્યો છે. ઈડ્ઢ દ્વારા આજે બપોરે સુરતના ૩, મુંબઈના ૪ અને દિલ્હીના ૨ ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા છે. સુરતમાં જે ત્રણ સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા તેમાં સચિન વિસ્તારના સેજમાં (સ્પેશિયલ ઇકોનોમી ઝોન) ફાયર સ્ટાર ડાયમંડ, ફાઇવ સ્ટાર ઇન્ટરનેશનલ (સચિન વિસ્તાર) અને દિલ્હીગેટ સ્થિત અન્ય એક ઓફિસ સામેલ છે.
ગત સપ્તાહે જ પંજાબ બેંકે ઝ્રમ્ૈંને કરેલી ફરિયાદ બાદ અબજોપતિ હીરા કારોબારી નીરવ મોદી સામે રૂ. ૨૮૦ કરોડના ફ્રોડની હ્લૈંઇ થઈ હતી. ઁદ્ગમ્ સાથે છેતરપિંડી કરવાના વિવાદમાં ઝ્રમ્ૈંએ આર યૂએસ, સ્ટેલર ડાયમંડ, સોલર એક્સપોર્ટસના ભાગીદારનીરવ મોદી, તેમની પત્ની અમી, ભાઇ નીશાલ મોદી અને ગીતાંજલી જેમ્સના ચેરમેન મેહુલ ચિનુભાઈ ચોકસી સામે કંપનીમાં ખોટી રીતે નુકસાન બતાવીને બેંકની સાથે રૂ. ૨૮૦.૭૦ કરોડની છેતપિંડી કરવાનો આરોપ મુક્યો હતો. નીરવ મોદી સામે હ્લૈંઇ નોંધાય તે પહેલાં જ દેશ છોડી જતો રહ્યો છે. હાલ તે સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.