અમેરિકાની પાસે દુનિયામાં સૌથી વધારે સોનુ છે : રિપોર્ટ

486

અમેરિકાની પાસે દુનિયામાં સૌથી વધારે સોનાનો જથ્થો રહેલો છે. ભારત પણ ટોપ ૧૦ દેશની યાદીમાં સામેલ છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ આંકડામાં દાવો કરવામા ંઆવ્યો છે કે જુલાઇ ૨૦૧૯માં તૈયાર કરવામાં આવેલા આંકડામાં અમેરિકા પ્રથમ સ્થાન પર છે. આ આંકડા મુજબ અમેરિકા ૮૧૩૩ ટન સોનાના જથ્થાની સાથે પ્રથમ સ્થાન પર છે. જ્યારે જર્મની બીજા સ્થાન પર છે. ભારત ૬૧૮.૨ ટનની સાથે સોનાના ભંડારના મામલામાં ટોપ  ૧૦માં સામેલ છે. એપ્રિલ મહિનામાં ભારત ૧૧માં સ્થાને રહ્યા બાદ હવે ટોપ ૧૦માં સામેલ છે. ભારતના કુલ વિદેશી નાણાં ભંડોળમાં સોનાના ભંડોળની હિસ્સેદારી હવે ૬.૧ ટકાની આસપાસ છે. ત્રીજા નંબર પર આઇએમએફ પોતે છે. તેની પાસે પણ ૨૮૧૪ ટન સોનાનો જથ્થો રહેલો છે. પાકિસ્તાનની વાત કરવામાં આવે તો તે યાદીમાં ૪૫માં સ્થાન પર છે. જુદા જુદા  આંકડાને ધ્યાનમાં લઇને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા બાદ આંકડા જારી કરવામાં આવ્યા છે.

સાઉદી અરેબિયા ૩૨૩.૧ ટન સોનાના જથ્થાની સાથે ૧૭માં સ્થાને છે. પાકિસ્તાન ૬૪.૭ ટન સોનાની સાથે ૪૫માં સ્થાન પર છે. જ્યારે નેપાળની પાસે ૬.૪ ટન સોનુ રહેલુ છે. તે યાદીમાં ૮૩માં સ્થાન પર છે. ભારત દુનિયામાં સૌથી વધારે સોનુ ધરાવતા દેશોની યાદીમાં સામેલ છે. ભારતમાં સોનાનો ઉપયોગ હમેંશા વધારે રહે છે. ઉંચી કિંમતો હોવા છતાં સોનાને લઇને લોકો પ્રાથમિકતા રાખે છે. જર્મની, ઇટાલી, ફ્રાન્સ, રશિયા, ચીન, જાપાન અને અન્ય દેશો પણ યાદીમાં સામેલ છે. હેવાલમાં તમામ વિગતવાર આંકડા સપાટી પર આવ્યા છે. અમેરિકા સૌથી સમૃદ્ધ દેશો પૈકી એક છે.

કોની પાસે કેટલું સોનું

દેશ         સોનુ (ટનમાં)

અમેરિકા               ૮૧૩૩

જર્મની    ૩૩૬૭

આઈએનએફ       ૨૮૧૪

ઇટાલી   ૨૪૫૧

ફ્રાંસ        ૨૪૩૬

રશિયા   ૨૧૯૦

ચીન       ૧૯૬૦

સ્વિત્ઝર્લેન્ડ           ૧૦૪૦

જાપાન  ૭૬૫

ભારત    ૬૧૮

Previous articleઆસામ સહિત પૂર્વોતરમાં પુરની સ્થિતી વધારે ગંભીર
Next articleસ્વરૂપવાન ટ્રાન્સજેન્ડરને યુવાને આપી ધમકીઃ મને પ્રેમ કર,નહીંતર મારી નાખીશ