ફાર્મહાઉસમાં જુગાર રમી રહેલા ૩૨ ઝડપાયાઃ૬.૬૬ લાખનો મુદ્દામાલ જપ્ત

817

ગાંધીનગર જિલ્લામાં શ્રાવણ મહિનો શરૂ થયા પહેલા જ જુગારધામ ધમધમી ઉઠયા છે ત્યારે ગાંધીનગર એલસીબીને બાતમી મળી હતી કે સાંતેજના અઢાણા ગામની સીમમાં આવેલા કર્મભુમિ ફાર્મહાઉસમાં મસમોટું જુગારધામ ધમધમી રહયું છે. જે બાતમીના આધારે દરોડો પાડતાં અમદાવાદના ૩ર નબીરા જુગારની બાજી માંડી બેઠેલા ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી ૪.૧૬ લાખની રોકડ અને અન્ય ચીજવસ્તુ મળી કુલ ૬.૬૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તમામ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લામાં આમ તો શ્રાવણ મહિનામાં જુગારની પ્રવૃતિ વધી જતી હોય છે પરંતુ શ્રાવણ મહિનો શરૂ થાય તે પહેલા જ જુગારીઓ સક્રિય થઈ ગયા છે. ત્યારે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ એલસીબી પીઆઈ નીરજ પટેલને સૂચના આપી હતી કે જિલ્લાના વિસ્તારોમાં પેટ્રોલીંગ કરીને ખાસ કરી ફાર્મહાઉસોમાં પણ તપાસ કરવામાં આવે. જેના અનુસંધાને એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે અઢાણા ગામની સીમમાં આવેલા કર્મભુમિ ફાર્મહાઉસમાં ભાવિક પારેખ નામનો વ્યક્તિ બહારથી જુગારીઓને બોલાવી જુગાર રમાડી રહયો છે.

જે બાતમીના આધારે એલસીબીના મહિલા પીએસઆઈ વી.બી.વર્મા અને સ્ટાફના માણસોએ આ ફાર્મહાઉસ ઉપર દરોડો પાડયો હતો. જેમાં દેવેન્દ્ર ભરતભાઈ વાળંદ રહે. ચાણકયપુરી સે-પ, ઘાટલોડીયા અમદાવાદ, કમલકિશોર સુવારામ જાટ રહે. સીંધુભવન રોડ, રાજપથ કલબની બાજુમાં, લાલચંદ શ્રવણરામ જાટ રહે.સીંધુભવન રોડ, રાજપથ કલબની બાજુમાં, વિજય કીર્તીભાઈ પંચાલ રહે. ચાંદલોડીયા વિશ્વકર્મા મંદિરની બાજુમાં, શંકરલાલ કોદરજી પ્રજાપતિ રહે. વસ્ત્રાપુર, રાધાકૃષ્ણમંદિરની બાજુમાં, દેવશંકર ગૌતમભાઈ પ્રજાપતિ રહે. ઔડા મકાનમાં કૃષ્ણાધામ, અલ્પેશ મગનભાઈ વાળંદ રહે. વંદેમાતરમ ગોતારોડ, દિનેશ ગોપાળભાઈ નાયી રહે.

ચાંદલોડીયા શ્રીજી રેસીડેન્સી, શૈલેશ કાંતિભાઈ નાયી રહે.આંબલી બોપલ, સાગર જયસિહ ભંડારી રહે.દીલ્હી ગાજીપુર, હીત્વીક વિમલકુમાર સોની રહે.સેટેલાઈટ, રવિ રમેશભાઈ દીવકર રહે.ગોવા, પ્રાંચલ પ્રકાશભાઈ બત્રા રહે.મલાડ, બબેન્દ્ર પોકરામ જાટ રહે.સીંધુભવન રોડ, રાજપથ કલબની બાજુમાં, અમિતકુમાર મહેશકુમાર કનોડીયા રહે. તેલંગાના, પ્રકાશભાઈ નારણભાઈ ફુલચંદાની રહે.થલતેજ, નિલેશ નીલુભાઈ ગુરવ રહે.ગોવા પણજી, નૈમીલ મુકેશભાઈ પટેલ રહે. સાયન્સસીટી, વસંત ઓમપ્રકાશ માલપાની રહે. જાનકી એપાર્ટમેન્ટ, બોડકદેવ, રીષી યોગેન્દ્રભાઈ પટેલ રહે.મેમનગર, અખીલ પ્રવિણભાઈ જૈન રહે. મુંબઈ, સહજબલી એમ.એસ.બલી રહે.મુંબઈ, સમીર વિવેકચંદ્ર પાઠક રહે.બેંગલોર, બિરેન્દ્ર વિનોદ ઠગુના રહે.

બેંગલોર, ભીમરાજ સિબ્દત ભટ્ટ રહે. બોપલ, પ્રભાતગુરુ મણીકુમાર ગુરુ રહે. બોપલ, કેબીન રજની શાહ રહે. મુંબઈ, ગૌરવ મગનલાલ ઝાલા રહે. મુંબઈ, નિપૂર્ણ અરવિંદકુમાર રહે. બેંગલોર, સંગીતાબેન દીલીપભાઈ પટેલ રહે. કઠવાડા, ભાવિક ભરતભાઈ પારેખ રહે. એફ ર૦૨, કુપર સ્ટોન અમદાવાદને રોકડ રૂા.૪.૧૬ અને ૬.૬૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. આ તમામ વ્યક્તિઓ અમદાવાદના કોઈ સેમિનારમાં એકઠા થયા હતા અને જુગાર રમવા આ ફાર્મહાઉસ ઉપર આવ્યા હોવાનું બહાર આવ્યું છે.

Previous articleઅમદાવાદ શહેરમાં પણ નકલી ડોક્ટરોઃ બે વર્ષમાં ૧૯ નકલી ડોક્ટરો ઝડપાયા
Next articleનર્સ એસોસીએશન દ્વારા પણ વિવિધ માગણી સાથે દેખાવ