વેપારીને નકલી હીરા પધરાવી ૧૨.૫૦ લાખની છેતરપિંડી

569

શાહીબાગમાં વેપારીને ૧૨.૫૦ લાખના ૨૦૦ નકલી હીરા પધરાવી છેતરપિંડી કરનારી મહિલા સહિત ત્રણ શખ્સો સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓે તેમના દિકરાને અકસ્માત થયો છે અને પૈસાની જરૃર છે કહીને બાપદાદાના હીરા સસ્તા ભાવે વેચવાના છે એમ કહીને ઠગાઈ કરી હતી.

આ બનાવની વિગત મુજબ શાહીબાગમાં વસંતવિહાર ટાવરમાં રહેતા મુકેશકુમાર બી.બાગરેચા (૪૧) કાંકરીયામાં ઓટો પાટ્‌ર્સની દુકાન ધરાવે છે. ૧ મે ના રોજ તેઓ સર્કિટ હાઉસ નજીક ર્મોનિંગ વોક કરી રહ્યા હતા ત્યારે બે અજાણ્યા પુરૃષ અને એક સ્ત્રી તેમની મળ્યા હતા. જેમાં એક શખ્સે પોતાનું નામ ભાટ ગામમાં રેતા ઉદયરાજજી, બીજાએ રમેશ તથા મહિલા રમેશની માતા હોવાની ઓળખ આપી હતી. ઉદયરાજજીએ તેઓ મજુર માણસો છે અને તેમના દિકરાને રોડ અકસ્માત થતા ઓપરેશન માટે પૈસાની જરૃર છે કહ્યું હતું. તેમની પાસે તેમના બાપદાદાના કેટલાક હીરા પડેલા છે જો તમારે ખરીદવા હોય તો બજાર ભાવ કરતા ઓછી કિંમતે આપશે, એમ કહ્યું હતું. જોકે મુકેશકુમારે શંકા જતા તેમણે હીરા ખરીદવાનો ઈન્કાર કર્યો હતો.

દરમિયાન ૨ જુનના રોજ સર્કિટ હાઉસ નજીક ફરીથી ત્રણેય જણા મળ્યા હતા. તેમણે મુકેશકુમારને બે હીરા આપીને ચેક કરાવવા કહ્યું હતું. બન્ને હીરા સાચા હોવાનું જણાતા તેમણે ૧૫ મેના રોજ આ શખ્સો પાસેથી ૨૦૦ નંગ હીરા રૃ.૧૨,૫૦,૦૦૦માં ખરીદ્યા હતા. મુકેશકુમારે લેબોરેટરીમાં હીરાની તપાસ કરાવતા ૨૦૦ હીરા નકલી હોવાનું અને ફક્ત બે હીરા સાચા હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે તેમણે મહિલા સહિત ત્રણેય જણા સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleનર્સ એસોસીએશન દ્વારા પણ વિવિધ માગણી સાથે દેખાવ
Next articleઆધારકાર્ડ માટે રોજ ૫૦ જ ફોર્મ આપવામાં આવે છે!