અમેરિકાએ ઇરાનનું ડ્રોન તોડી પાડતાં બંન્ને દેશ વચ્ચે તંગદિલી

415

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, હોરમુજની ખાડીમાં તહેનાત તેમની સબમરીને ગુરુવારે એક ઈરાની ડ્રોન તોડી પાડ્યું છે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસથી નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, સબમરીન યુએસએસ બોક્સરે બચાવ માટે આ કાર્યવાહી ત્યારે કરી જ્યારે ઈરાનનું ડ્રોન તેનાથી માત્ર ૧૦૦૦ યાડ્‌ર્સ (૯૧૮ મીટર)ના અંતરે હતું. ડ્રોનથી શિપ અને તેના ક્રૂ મેમ્બર્સને જીવનું જોખમ હતું. શિપના હુમલાથી ડ્રોન સંપૂર્ણ પણે તોડી પડાયું છે.વ્હાઈટ હાઉસમાં રિપોટ્‌ર્સ સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું છે કે, ઈરાન તરફથી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર સબમરીન પર આ પ્રમાણનો હુમલો એક ચોંકાવનારી ઘટના છે. મારી અપીલ છે કે, આ મામલે દરેક દેશ સાથે આવે અને મુસાફરીની આઝાદીને પ્રોત્સાહન આપે. ટ્રમ્પે ખાડીમાં આવેલા બીજા દેશોને પણ સુરક્ષા માટે સાથ આપવા કહ્યું.પેંટાગનના જણાવ્યા પ્રમાણે, આ ઘટના ગુરુવારે સ્થાનિક સમય પ્રમાણે સવારે ૧૦ વાગે થઈ હતી. યુએસએસ બોક્સર આંતરરાષ્ટ્રીય જળમાર્ગથી ખાડી તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન એક ડ્રોન બોક્સરની નજીક આવી ગયું હતું. પેંટાગનના પ્રવક્તા જોનાથન હોફમેને કહ્યું કે, સબમરીન પર આવેલા સૈન્યકર્મીઓએ ઘણી વખત ડ્રોનને દૂર રહેવાની ચેતવણી આપી હતી.  પરંતુ તે સતત આગળ વધતુ રહ્યું. અંતે સબમરીને બચાવમાં ડ્રોન તોડી પાડ્યું.

ઈરાને દાવો નકાર્યો

અમેરિકાની આ હરકતના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હોવાનો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે. પરંતુ ઈરાનના વિદેશ મંત્રી જાવેદ ઝરીફે ટ્રમ્પના દાવાને નકારી દીધો છે. ઝરીફે ગુરુવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે મુલાકાતમાં સામેલ હતા. તેમણે કહ્યું કે, મને અમારું કોઈ પણ ડ્રોન તોડી પાડવામાં આવ્યું હોય તેવી માહિતી મળી નથી. ઈરાનના એમ્બેસેડરે પણ અમેરિકાનો દાવો માનવાનો ઈનકાર કર્યો છે.

Previous articleઅમદાવાદ કોર્પોરેશન દ્વારા માર્ગો ઉપર ઇલેકટ્રીક બસ દોડવા લાગીઃ આગામી દિવસોમાં ૩૦૦ ઇલેકટ્રીક BRTS બસ દોડાવવાનું આયોજન
Next articleબિહારમાં મૉબ લિન્ચિંગઃ ૩ લોકોની માર મારી હત્યા કરી