ઢુંઢસર ગામે યુવાન કુવામાં પડ્યો હોવાની વાતથી તંત્ર દોડતું થયું

1469
bvn1592017-2.jpg

સિહોર તાલુકાના ઢુંઢસર ગામે બપોરના સમયે યુવાન કુવામાં પડ્યો છે. જે વાતને લઈ ફાયરસ્ટાફ, ગ્રામજનો સહિતના દોડતા થયા હતા અને ૩ થી ૪ કલાક પાણી ભરેલા કુવામાં શોધખોળ શરૂ કરી હતી બાદ માલુમ થયું કે યુવાન ઉખરલા ખાતે તેમના સંબંધીના ઘરે છે.
બનાવની મળતી વિગત મુજબ, ઢુંઢસર ગામે રહેતા અલ્પેશ ઘુઘાભાઈ ઉ.વ.૧૮ નામનો યુવાન વાડીના કુવામાં પડ્યો હોવાનું પરિવારજનોએ જણાવતા મામલતદાર, ફાયર સ્ટાફ ગ્રામજનો સહિતનાઓએ અલ્પેશની શોધખોળ શરૂ કરી દીધી હતી. ચાર કલાક બાદ માલુમ થયું કે યુવાન ઉખરલા ખાતે રહેતા રમેશભાઈ મગનભાઈના ઘરે ચાલ્યો ગયો છે. વિના કારણે તંત્રને દોડતું કરવા બદલ અને યુવાન ક્યા કારણે કીધા વગર ચાલ્યો ગયો હતો. તેની પૂછપરછ કરવા પોલીસે પરિવારજનોની અટકાયત કરી છે.

Previous articleવિઠ્ઠલવાડી નજીકના શો-રૂમમાંથી મેનેજરની મદદથી છ વાહનો ચોરાયા
Next articleઘોઘા જૈન મંદિરના શિખર પર વિજળી ત્રાટકી