દેશભરમાં ખરિફની વાવણી તો શરૂ થઇ ચુકી છે પરંતુ મોનસુની વરસાદ આ વખતે હજુ સુધી સરેરાશ કરતા ઓછો રહેતા ચિંતા વધી ગઇ છે. મોનસુનમાં જેટલો વરસાદ હજુ સુધી થઇ જવો જોઇતો હતો તેટલો વરસાદ થયો નથી. બુધવારના દિવસે પૂર્ણ થયેલા હવામાન અને મૌસમ સપ્તાહમાં વરસાદ સરેરાશ ૧૬ ટકા ઓછો રહ્યો છે. આ વખતે પ્રી મોનસુન વરસાદ પણ ઓછો રહ્યો છે જેથી ખેડુત સમુદાયમાં ચિંતા પ્રવર્તી રહી છે. આ ચિંતા તેમની સ્વાભાવિક પણ છે. પહેલી જુનના દિવસથી મોનસુન સિઝનની શરૂઆત થઇ જાય છે.
પહેલી જુનના દિવસે મોનસુન સિઝનની શરૂઆત થયા બાદ હજુ સુધી કુલ મળીને દેશમાં સરેરાશ કરતા ૧૬ ટકા ઓછો રહ્યો છે. જે ભારે ચિંતા ઉપજાવે છે. રાજસ્થાનની વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં જુલાઇ મહિનામાં હજુ સુધી સરેરાશ કરતા ખુબ ઓછો વરસાદ રહ્યો છે. રાજસ્થાનના ૧૨ જિલ્લામાં ૬૦ ટકા સુધી ઓચો વરસાદ રહ્યો છે. આવી સ્થિતીમાં આ વિસ્તારોમાં દુકાળની સ્થિતી સર્જાવવાના સંકેત દેખાઇ રહ્યા છે. રાજસ્થાનમાં હજુ સુધી ૧૫૧ મીમી જેટલો જ વરસાદ થયો છે. બિકાનેર વિસ્તારમાં અને તેની આસપાસના જિલ્લામાં અપેક્ષા કરતા ઓછો વરસાદ થવાના કારણે માત્ર છ ટકાથી લઇને ૨૫ ટકા સુધી જ વાવણી થઇ શકી છે. ખરિફ પાક વાવણી લક્ષ્ય ૧૬૧૬૧ લાખ હેક્ટર વિસ્તારમાં છે. જેની સામે હજુ સુધી માત્ર ૮૮૦૫.૩ લાખ હેક્ટર વિસ્તારમાં જ વાવણી પ્રક્રિયા હાથ ધરવામા ંઆવી છે. દેશમાં થનાર કુલ વરસાદ પૈકી ૭૫ ટકા હિસ્સાનો વરસાદ જુન અને સપ્ટેમ્બર સુધીના ગાળા દરમિયાન થઇ જાય છે.