ગાંધીનગર જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા આજરોજ દહેગામ તાલુકાના દેવકરણના મુવાડા ગામ ખાતે મેગા આયુર્વેદ – હોમિયોપેથી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા કેમ્પમાં ૮૬૬ દર્દીઓનું વિવિધ રોગોનું વિનામૂલ્યે નિદાન કરવામાં આવ્યું હતું.
દહેગામ તાલુકાના દેવકરણના મુવાડા ખાતે યોજાયેલ કેમ્પને દહેગામના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ રામાજી ઠાકોર અને જિલ્લા વિકાસ અધિકારી દેવાંગભાઇ દેસાઇના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કેમ્પમાં મહાનુભાવોએ જાલંધર બંધથી હલતા દાંત પાડવાની ચિકિત્સા, સાંધાના દુખાવાનું અગ્નિકર્મ ચિકિત્સાનું નિદર્શન નિહાળ્યું હતું.
આ કેમ્પનો ૮૬૬ દર્દીઓએ લાભ લીધો હતો જેમાં ૧૨૪ દર્દીઓને અગ્નિકર્મ સારવાર, ૩૪ દર્દીઓને દંતચિકિત્સાનો લાભ, મધુપ્રેમના ૭૬ દર્દીઓ, સ્ત્રી રોગના ૧૫૨ દર્દીઓ અને ૨૬૨ કિડનીમાં પથરી હોય તેવા દર્દીઓને હોમિપેથી સારવાર કરવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા જિલ્લા આયુર્વેદ અધિકારી ભાવનાબેન પટેલ અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.