શહેરના બે નવોેદિત કલાકારોનો પ્રથમ વિડિયો લોકાર્પણ કરાયો

580

પ્લેનેટ પ્રોડક્શનનાં કાર્તિક ભટ્ટ દ્વારા શહેરના બે નવોદિત કલાકારો પુનિત ગઢીયા અને કૌશિક ધાંધલ્યાના પ્રથમ વિડીયો લોકાર્પણનો એક કાર્યક્રમ ગત રવિવાર, ૭, જુલાઇના રોજ શહેરના ઝવેરચંદ મેઘાણી મીની ઓડીટોરીયમ ખાતે યોજાયો હતો. સમારંભમાં એલઆઇસીના સીની.ડીવી.મેનેજર કેપ્ટન એ.કે.મિશ્રા, જાણીતા ઉદ્યોગપતિ દેવેનભાઇ શેઠ (ગ્રીનસીટી), ન્યુરો સાઇક્રીઆટ્રીક ડા.શૈલેશભાઇ જાની, ડા.હિતેશભાઇ નિમ્બાર્ક (પ્રિન્સીપાલ, જી.એમ.આઇટી.), હસમુખભાઇ પંડ્યા (પ્રો.મેનેજર સર્વોત્તમ ડેરી), રાજેશભાઇ પંડ્યા (સર.ટી.હોસ્પીટલ) ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હિતેશ ગઢીયાએ જહેમત ઉઠાવી હતી.

Previous articleસુરતમાં જાગરણ નિમિત્તે બહેનોને ફરાળ અપાયું
Next article૧ લાખ સભ્ય નોંધણી, ૧૭ હજાર વૃક્ષો વાવી ઉછેરવા સાથેની ઝુંબેશ