૧ લાખ સભ્ય નોંધણી, ૧૭ હજાર વૃક્ષો વાવી ઉછેરવા સાથેની ઝુંબેશ

594

ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા વૃદ્ધિ નોંધણી અને વૃક્ષારોપણ ઝુંબેશ અંતર્ગત ૪ સ્થાનો પર પ્રદેશ પ્રભારી અને આગેવાનો દ્વારા કાર્યશાળા યોજાઇ.

ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લા દ્વારા સભ્ય નોંધણી અને વૃક્ષારોપણ ઝુંબેશ દરમ્યાન ઇન્ચાર્જ મુકેશભાઇ લંગાળીયા, સહ ઇન્ચાર્જ બટુકભાઇ ધાંધલ્યા અને ગાયત્રીબા સરવૈયા, દ્વારા તાલુકા મંડળોમાં કાર્યશાળા યોજવામાં આવી જેમાં ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, ભાજપ પ્રદેશ મંત્રી અને જિલ્લા પ્રભારી મહેશભાઇ કસવાલ ખાસ ઉપસ્થિત રહિ માર્ગદર્શન સાથે ભાજપ યુવા મારચો, મહિલા મોરચો, બક્ષીપંચ મોરચો, અ.જા.મોરચો, કિસાન મોરચો સહિત તમામ સેલ મોરચા દ્વારા ગામે ગામ શહેર, નગરમાં સદસ્યતા ઝુંબેશ અને વૃક્ષારોપણ જનજાગરણ ઝુંબેશ વ્યાપક આવકાર સાથે ભાજપ યુવા મારચો ટીમ તમામ તાલુકા ગામેગામ યુવકો, વડીલો પૂરા જોશથી ભાજપની સદસ્યતા ગ્રહણ કરી, વૃક્ષો વાવી ઉછેરવા સાથે જળ અને જીવન, વૃક્ષ એ ઔષધીનો નારો બુલંદ કર્યો છે.

વૃક્ષમાં ભગવાનનો વાસ છે જળ સંગ્રહ અભિયાન, વરસાદી પાણી બચાવો પ્રકૃતિ સજાવો, પર્યાવરણ બચાવો સંદેશ જનતા સુધી પહોંચાડી મહિલા મોર્ચા દ્વારા મહિલા સંમેલનો, સત્સંગ મંડળો, યુવા સંગઠનો, સામાજિક સંસ્થાઓને જોડી પ્રકૃતિ પ્રેમ સાથે જનતાને જોડી વૃક્ષારોપણની ઝુંબેશ સહ સદસ્યતા અભિયાનને જબ્બર આવકાર સાથે જિલ્લા ભાજપનો હોદ્દેદારો, મંડળ હોદ્દેદારો, ચૂંટાયેલ નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો સહિત તમામ લોકોએ અભિયાનને આગળ ધપાવ્યું છે. આજ સુધીમાં ૧ લાખથી વધુ સદસ્યોએ નામ નોંધણી કરાવી છે. અને ૧૭ હજારથી વધુ વૃક્ષો રોપવામાં આવેલ છે.

Previous articleશહેરના બે નવોેદિત કલાકારોનો પ્રથમ વિડિયો લોકાર્પણ કરાયો
Next articleમહુવાનાં કાકીડી ગામે તળાવમાં ડુબી જતા બે સગાભાઇઓનાં મોત