મહુવાનાં કાકીડી ગામે તળાવમાં ડુબી જતા બે સગાભાઇઓનાં મોત

1909

ઢોર ચરાવવા ગયેલા મહુવા તાલુકાનાં કાકીડી ગામના બેન સગાભાઇઓના ગામનાં તળાવમાં પાણીમાં ડુબી જતા મોત નિપજ્યા હતા. બનાવની સમગ્ર ગામમાં શોકમય વાતાવરણ સર્જાયું છે.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મહુવા તાલુકાનાં કાકીડી ગામે રહેતા જશુભાઇ બારોટનાં બે પુત્રો ઓમ બારોટ (ઉ.વ.૧૧) તથા મોન્ટુ બારોટ (ઉ.વ.૧૮) ગામનાં તળાવ પાસે પોતાની ભેંસ ચરાવવા ગયા હતા જ્યાં નાનોભાઇ ઓમ ભેંસ ઉપર બેઠો હતો. ત્યારે ભેંસ અચાનક તળાવનાં પાણીમાં જતા ઓમ પાણીમાં ડુબવા લાગતા તુરત જ મોટોભાઇ મોન્ટુ પાણીમાં ઝંપલાવી ઓમને બચાવવા જતા તરતા આવડતું ન હોય બંને ભાઇઓ પાણીમાં ડુબી ગયા હતા.

આ બનાવ અંગેની જાણ થતાં તુરત જ ગ્રામજનો દોડી આવ્યા હતા. અને ૧૦૮ તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિત ઘટનાં સ્થળે દોડી આવેલ અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરેલ. જેમાં ઓમ જશુભાઇ બારોટ (ઉ.વ.૧૧) નો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે  મોન્ટુની શોધખોળ શરૂ રાખી હતી. આ બનાવથી બારોટ સમાજ તથા સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Previous article૧ લાખ સભ્ય નોંધણી, ૧૭ હજાર વૃક્ષો વાવી ઉછેરવા સાથેની ઝુંબેશ
Next articleદિપિકા ફરી વખત રણબીર કપુર સાથે ચમકશે