અલ્જીરિયાએ બીજીવાર જીત્યો આફ્રિકા કપ ઓફ નેશન્સ, ફાઇનલમાં સેનેગલને હરાવ્યું

617

અલ્જીરિયાની ફુટબોલ ટીમે બગાદ બાઉનેદ્‌જાહના એકમાત્ર ગોલની મદદથી સેનેગલને હરાવીને પ્રતિષ્ઠિત આફ્રિકા કપ ઓફ નેશન્સનું ટાઇટલ જીતી લીધું છે. બીબીસી અનુસાર, અલ્જીરિયાએ માત્ર બીજીવાર આ ટૂર્નામેન્ટનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. ૧૯૯૦ બાદ આ તેનું પ્રથમ ટાઇટલ છે. આ ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત ૨૪ ટીમોએ ભાગ લીધો હતો. આ ટીમોને છ ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. બંન્ને ટીમો અલ્જીરિયા અને સેનેગલ ગ્રુપ સીમા હતી. ગ્રુપ સ્ટેજમાં પણ અલ્જીરિયાએ સેનેગલને ૧-૦થી હરાવ્યું હતું.

આ મેચમાં બંન્ને ટીમે ટીમો વચ્ચે સારી રમત જોવા ન મળી, પરંતુ મેચ ખુબ તણાવપૂર્ણ રહી હતી. આ મેચમાં સેનેગલે કાલિદોઉ કોઉલીબાલે જેવા પોતાના શાનદાર ડિફેન્ડરને મિસ કર્યો હતો. તો ઈંગ્લિશ ક્લબ લિવરપૂલના સ્ટાર ખેલાડી સાદિયો માનેનું પ્રદર્શન આ ટૂર્નામેન્ટમાં દમદાર રહ્યું હતું, પરંતુ ફાઇનલમાં તે પોતાની ટીમને જીત ન અપાવી શક્યો. સેનેગલની ટીમ અત્યાર સુધી એકપણ વખત આ સ્પર્ધા જીતી શકી નથી.

અલ્જીયિરા માટે પણ આ જીત મુશ્કેલ હતી. મેચમાં ટીમે ૩૨ ફાઉલ કર્યાં હતા. માન્ચેસ્ટર સિટી તરફથી રમનાર રિયાદ મહારેજને આ શાનદાર જીત મળી હતી. ફાઇનલની શરૂઆત અલ્જીરિયા માટે સારી રહી અને બીજી મિનિટમાં જ બાઉનેદ્‌જાદે ગોલ કરીને પોતાની ટીમને લીગ અપાવી દીધી હતી. સેનેગલને બીજા હાફમાં હેન્ડબોલ માટે પેનલ્ટી જરૂર મળી, પરંતુ વીએઆરની મદદ લીધા બાદ રેફરીએ પોતાનો નિર્ણય બદલ્યો હતો. સેનેગલની ટીમ ૨૦૦૨ બાદ બીજીવાર ફાઇનલમાં પહોંચી હતી. તે સમયે કેમરૂને તેને પરાજય આપ્યો હતો.

Previous articleઈન્ડોનેશિયા ઓપન : આજે પી વી સિધુની ફાઇનલમાં જાપાનની યામાગુચી સાથે ટક્કર
Next articleએસ.જી.હાઇવે પર હિટ એન્ડ રનઃ અપંગ મજૂર પર કાર ચઢાવી દેતાં મોત નિપજ્યુ