૧૯૯૭માં ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકોને સળંગ નોકરીનો લાભ આપ્યા

895

૧૯૯૭માં ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકોને સળંગ નોકરીનો લાભ આપ્યા મળવાપાત્ર નવ વર્ષનું ઉચ્ચત્તર પગારધોરણનો લાભ મળે તે માટે સીસીસીની પરીક્ષા ફરજિયાત કરી છે. પરંતુ આ શિક્ષકોએ સીસી પરીક્ષા પાસ કરી નહી હોવાથી સીસીસી પરીક્ષાની મુદત લંબાવવાની માંગણી સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણ મંત્રીને રજુઆત કરી છે.

રાજ્ય સરકારે વર્ષ-૧૯૯૭માં ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકોને સળંગ નોકરીનો લાભ આપવામાં આવ્યો છે. સળંગ નોકરીનો લાભ આપ્યા બાદ આ શિક્ષકોને ગત તારીખ ૩૦મી, જુન-૨૦૧૬ સુધીમાં સીસીસીની પરીક્ષા પાસ કરી નથી. ઉપરાંત સીસીસી પરીક્ષા આપવા માટેનું રજિસ્ટ્રેશન પણ થયું નથી. આથી આવા શિક્ષકો કે જેમણે સીસીસી પરીક્ષા પાસ કરી નથી તેવા શિક્ષકોને મળવાપાત્ર નવમાં ઉચ્ચત્તર પગારધોરણનો લાભ નહી મળવાથી આર્થિક નુકશાન સહન કરવાની ફરજ પડશે. ઉપરાંત આગામી સમયમાં આ શિક્ષકોને મળવાપાત્ર ૨૦મું તેમજ ૩૧ માં ઉચ્ચત્તર પગારધોરણનો લાભથી પણ વંચિત રહેશે. આવી પરિસ્થિતિ ઉભી થાય નહી તે માટે સીસીસી પરીક્ષા આપવાની મુદત લંબાવવામાં આવે તેવી માંગણી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ કરી છે.

રાજ્ય સરકારના નિર્ણય મુજબ સળંગ નોકરી અને ઉચ્ચત્તર પગારધોરણની દરખાસ્તની કામગીરી ચાલુ છે. પરંતુ રાજ્યભરના ઘણાં પ્રાથમિક શિક્ષકોને હજુ સીસીસીની પરીક્ષા પાસ કરવાનું બાકી છે.

Previous articleટાયર ફાટતા કારનો ડૂચો વળી ગયો, રાધનપુર, હિંમતનગરની બે યુવતીઓના મોત
Next articleતમિળનાડુમાં વ્યાપક દરોડા પડ્યા : અનેક દસ્તાવેજ જપ્ત