ગાંધીનગરના કુડાસણ પાસે કાર પલટી જતા એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં ૨ વિદ્યાર્થિનીઓના મોત થયા છે, જ્યારે અન્ય ૩ વિદ્યાર્થી ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે.
આ ઘટનામાં ભોગ બનેલી ૨ વિદ્યાર્થિનીઓ રાધનપુર, હિંમતનગરની રહેવાસી હોવાનંર સામે આવ્યું છે. તેઓ અમદાવાદથી ગાંધીનગર હોસ્ટેલ જઇ રહ્યા હતા, ત્યારે અચાનક ટાયર ફાયતા કાર ફિલ્મી સ્ટાઇલે પલ્ટીઓ મારી ગઇ હતી.
આ ઘટનામાં ૩ ઇજાગ્રસ્તોને ગંભીર ઇજા થતાં સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ કારનો ડૂચો વળી ગયો હતો.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આજે વહેલી સવારે પાંચ વાગ્યે ફિઝિયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થી અને બે વિદ્યાથીનીઓ અમદાવાદથી ગાંધીનગર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન ભાઈજીપુરા ગામ નજીક કારનું ટાયર ફાટતા કાર પલટી અને ત્રણ જેટલા ઝાડ સાથે અથડાઈ હતી.
આ ઘટનામાં કારનો ડૂચો વળી ગયો હતો. કારમાં બેઠેલી રાધનપુરની ઉર્વશી પરમાર અને હિંમતનગરની રહેવાસી તેની મિત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ત્રણ વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇન્ફોસિટી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.