તમિળનાડુમાં વ્યાપક દરોડા પડ્યા : અનેક દસ્તાવેજ જપ્ત

421

રાષ્ટ્રીય તપાસ સંસ્થા (એનઆઇએ) દ્વારા હાલમાં મોટી સફળતા હાંસલ કરવામાં આવી હતી. તમિળનાડુમાં આ તપાસ સંસ્થાએ એક એવા સંગઠનનો પર્દાફાશ કર્યો હતો જે સંગઠના કુખ્યાત શખ્સો દેશમાં મોટા ત્રાસવાદી હુમલા માટેના કાવતરા ઘડી રહ્યા હતા. આ શખ્સોએ અંસારુલ્લા નામના એક ત્રાસવાદી સંગઠનની રચના કરી હતી. આજે અંસારુલ્લા મામલામાં એનાઇએની ટીમ દ્વારા જોરદાર કાર્યવાહી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે તમિળનાડુમાં કુલ ૧૬થી વધારે સ્થળો પર વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. મોહમ્મદ શેખ નામના શખ્સના આવાસ પર આ દરોડા પાડવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે એનઆઇએ તરફથી નવમી જુલાઇના દિવસે દાખલ કરવામાં આવેલા કેસ મુજબ શંકાસ્પદ ત્રાસવાદી ચેન્નાઇ અને નાગાપટ્ટનમ જિલ્લાનો નિવાસી છે. આ ઉપરાંત સમગ્ર દેશ અને  દેશની બહાર પણ હુમલા કરવાનીયોજના ધરાવે છે. તેના કનેક્શન દેશની અંદર અને દેશની બહાર પણ અનેક લોકો સાથે જોડાયેલા છે.  આ સંગઠનના લોકો ભારતની સામે હુમલા કરવા માટે ખતકનાક કાવતરા ઘડી રહ્યા હતા. આ સંગઠનના લોકોએ અંસારુલ્લા નામના ત્રાસવાદી સંગઠનનની રચના કરી હતી.

ભારતમાં ઇસ્લામિક રાજ્યની રચના કરવાના હેતુ સાથે આ લોકો તેમની ગતિવિધી ચલાવી રહ્યા હતા. એનઆઇએના કહેવા મુજબ દેશ વિરોધી ગતિવિધી માટે જંગી પ્રમાણમાં નાણાં એકત્રિત કરવામાં આવ્યા હતા. ગેરકાયદે ગતિવિધી રોકવા માટેના કાનુન હેઠળ તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. એનઆઇએની ટીમ દ્વારા પહેલા પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. એનઆઇએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા બાદ તમામની પુછપરછ કરી રહી છે. દરોડાની કાર્યવાહી કરીને હાલમાં નવ મોબાઇલ, ૧૫ સીમ કાર્ડ, સાત મેમોરી કાર્ડ, પાંચ હાર્ડ ડિસ્ક, છ પેન ડ્રાઇવ, બે ટેબલેટ, ત્રણ સીડી અને ડીવીડી કબજે કરવામાં આવી છે. દરોડાની કાર્યવાહી દિવસ દરમિયાન જારી રહી હતી. આ ઉપરાંત દરોડા દરમિયાન તમામ મેગેજીન્સ, બેનર્સ, નોટીસ પોસ્ટર્સ પણ કબજે કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ એનઆઇએની ટીમ દ્વારા ચેન્નાઇ સ્થિત સૈયદ બુખારીના આવાસ અને ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ઉપરાંત એનઆઇએની ટીમ દ્વારા નાગાપટ્ટનમ જિલ્લામાં હસન અલી તેમજ મોહમ્મદ યુસુફુદ્દીનના આવાસ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

Previous article૧૯૯૭માં ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકોને સળંગ નોકરીનો લાભ આપ્યા
Next articleસોનભદ્ર જવા માટે જિદ્દ વચ્ચે પ્રિયંકા આખરે પિડિતોને મળ્યા